Advertisement
Author: નોબત સમાચાર

જીએસટી કાઉન્સિલમાં તમાકુ-સિગારેટ પર ૩પ ટકા ટેક્સની તૈયારી

જેસલમેરમાં આવતીકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને બેઠક

નવી દિલ્હી તા. ર૦: આવતીકાલે જીએસટી કાઉન્સિલની બેઠક નાણામંત્રી સીતારમણના અધ્યક્ષપદ હેઠળ જેસલમેરમાં મળશે જેમાં તમાકુ-સિગારેટ અને તેની પ્રોડક્ટ પર હાલ ર૮ ટકા ટેક્ષ છે તે ૩પ ટકા કરવા તૈયારી હોવાથી આ વસ્તુઓ મોંઘી થઈ શકે છે.

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતાં કે તમાકુ, સિગારેટ અને તેના જેવા ઉત્પાદનો પર જીએસટી વધી શકે છે. હવે નિષ્ણાતોએ તમાકુ ઉત્પાદનો પર ૩પ ટકાના 'પાપકર' સ્લેબની ગળપ ઓફ મિનિસ્ટર્સની તાજેતરની ભલામણને સમર્થન આપ્યું છે. જે હાલમાં ર૮ ટકા છે. તેમણે દલીલ કરી હતી કે તમાકુ પરના ટેક્સમાં વધારો કરવાથી લોકોના જીવન બચશે એટલું જ નહીં, અર્થવ્યવસ્થાને પણ મજબૂતી મળશે અને સ્વસ્થ અને વિકસિત ભારતના વિઝનને આગળ વધારશે. નિષ્ણાતોનું કહેવું છે કે આ પગલાંથી તમાકુના સેવન પર અંકુશ આવશે અને નિવારક આરોગ્ય સેવાઓને ભંડોળ મળી શકશે.

ડો. આલોક ઠાકરે નેશનલ કેન્સર ઈન્ટિટ્યૂટ, ભારત સરકારના વડા અને એઈમ્સ, નવી દિલ્હીના પ્રોફેસરે જણાવ્યું હતું કે, 'તમાકુ સંબંધિત રોગો ભારતની આરોગ્ય પ્રણાલી પર અસહ્ય બોજ મૂકે છે. તમાકુના વપરાશને ઘટાડવા માટે વૈશ્વિક સ્તરે કર વધારો અસરકારક છે.'

જેસલમેરમાં ર૧ ડિસેમ્બરે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીવન અને સ્વાસ્થ્ય વીમાની ખરીદી પર ૧૮ ટકા જીએસટીમાંથી રાહત આપવામાં આવશે તે નિશ્ચિત છે, જો કે આ રાહત પૂરી થશે કે કેમ તે અંગે શંકા છે, કારણ કે જો જીવન અને આરોગ્ય વીમાની દરેક પ્રકારની ખરીદીને જીએસટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવે તો કેન્દ્ર અને રાજ્ય બન્નેને હજારો કરોડ રૂપિયાનું નુક્સાન વેઠવું પડશે.

કેન્દ્ર દ્વારા પ્રાપ્ત થતી આવકમાં રાજ્યનો પણ હિસ્સો છે. તેથી માત્ર અમુક મર્યાદા સુધીના સ્વાસ્થ્ય વીમાની ખરીીને જ જીએસટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળી શકે છે. આ મર્યાદા પાંચ લાખ સુધીની હોઈ શકે છે. તે જ સમયે વૃદ્ધો દ્વારા સ્વાસ્થ્ય વીમાની કોઈપણ વ્યક્તિગત ખરીદીને જીએસટીમાંથી મુક્તિ મળી શકે છે પરંતુ જીવન અને આરોગ્ય વીમાની જુથ ખરીદી પર જીએસટી દર ૧૮ ટકાથી ઘટાડીને ૧ર અથવા પાંચ ટકા કરવામાં આવી શકે છે. વીમાના નવીકરણ પર દરમાં રાહત મળી શકે છે. અગાઉની જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીવન અને આરોગ્ય વીમા પર જીએસટી નાબૂદ કરવાની બાબતને પ્રધાનોના જુથને સંદર્ભિત કરીને કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

જીઓએમને લગભગ ૧પ૦ ઉત્પાદનો પર જીએસટી દરોને તર્કસંગત બનાવવા અંગે પણ રીપોર્ટ કરવા કહેવામાં આવ્યું હતું. આ વસ્તુઓમાં ફૂટવેર અને કપડાનો પણ સમાવેશ થાય છે. આવી ઘણી વસ્તુઓ છે જેના માટે કાચા માલ અને તૈયાર વસ્તુઓના જીએસટી દરોમાં ઘણો તફાવત છે. જેના કારણે ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવા અને આપવા બન્નેમાં સમસ્યાઓ છે.

સૂત્રનું કહેવું છે કે જીઓએમ શનિવારે કાઉન્સિલની બેઠકમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે, પરંતુ તેના પર તાત્કાલિક કોઈ નિર્ણય લઈ શકે નહીં, કારણ કે જીઓએમમાં માત્ર પાંચ-સાત રાજ્યોના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી અન્ય રાજ્યો જીઓએમના નિર્ણયને સ્વીકારે તે જરૂરી નથી. કાઉન્સિલમાં નિર્ણય લેવા માટે દરેક રાજ્યની સંમતિ જરૂરી છે.

સૂત્રોના વધુમાં જણાવે છે કે આવી સ્થિતિમાં આવતા શનિવારે લગભગ ૧પ૦ વસ્તુઓના જીએસટી દરને તર્કસંગત બનાવવા અંગે નિર્ણય લેવો મુશ્કેલ છે. દરોને તર્કસંગત બનાવવામાં સૌથી મોટી અડચણ એ હોઈ શકે છે કે કોઈપણ રાજ્ય આવકના નુક્સાનને કારણે દર ઘટાડવા માટે ઝડપથી સંમત થશે નહીં. જ્યાં જીએસટી દરો વધારવાની ભલામણ છે, તે સરળતાથી સ્વીકારી શકાય છે, કારણ કે તેનાથી રાજ્યોને આવકમાં ફાયદો થશે. જી.ઓ.એમ.એ તમાકુ ઉત્પાદનો પર જીએસટી દર ર૮ થી વધારીને ૩પ ટકા કરવાની ભલામણ કરી છે. આ ભલામણને મંજુરી મળી શકે છે, પરંતુ કાઉન્સિલ આવતા શનિવારે રાજ્યો સમક્ષ આ ભલામણ પર ચર્ચા કરશે.

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ છે. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે લોકોને સસ્તા, હાનિકારક વિકલ્પો તરફ સ્વિચ કરતા અટકાવવા માટે ભારતે તમામ તમાકુ ઉત્પાનોને મજબૂત ટેક્સ બ્રેકેટ હેઠળ લાવવી જોઈએ. આ સમાચાર જીએસટી કાઉન્સિલની બેઠક પહેલા સામે આવ્યા છે. જીએસટી કાઉન્સિલની બેઠક ર૧ ડિસેમ્બરે મળવાની છે, જેમાં મંત્રીઓના જુથની દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવશે. તેમાં તમાકુ અને ઠંડા પીણા જેવી વસ્તુઓ માટે ૩પ ટકાનો નવો ટેક્સ સ્લેબ દાખલ કરવો, નોટબુક, બોટલ વોટર અને સાયકલ જેવી આવશ્યક ચીજવસ્તુઓ પરના જીએસટી દરમાં ઘટાડો અને આરોગ્ય અને જીવન વીમા પરના પ્રિમિયમમાં ઘટાડો કરવાનો સમાવેશ થાય છે.

નિષ્ણાતો દલીલ કરે છે કે પાપ ઉત્પાદનોમાંથી આવકમાં વધારો આ દર કટને સરભર કરવામાં મદદ કરી શકે છે, નાગરિકોને રાહત આપે છે અને જાહેર આરોગ્ય લક્ષ્યોને આગળ ધપાવે છે. લખનૌ યુનિવર્સિટીના આરોગ્ય અર્થશાસ્ત્રના પ્રોફેસર ડો. અરવિંદ મોહને તમાકુ કરને ભારતની વિકસિત રાષ્ટ્ર બનવાની આકાંક્ષા સાથે જોડ્યો હતો.

તેમણે કહ્યું, તમાકુનો ઉપયોગ આપણી સૌથી મોટી સંપત્તિ-માનવ મૂડીને નુક્સાન પહોંચાડે છે. છેલ્લા એક દાયકામાં તમાકુ ઉત્પાદનો પરના કરનો બોજ સતત ઘટી રહ્યો છે, જે વૈશ્વિક માપદંડોથી નીચે છે. તમાકુ સંબંધિત મૃત્યુદર અંગે આઈસીએમઆરની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિસર્ચના વૈજ્ઞાનિક ડો. પ્રશાંત કુમાર સિંઘે જણાવ્યું હતું કે ભારતમાં ર૦૧૯ અને ર૦ર૧ ની વચ્ચે આવા રોગોને કારણે કરોડો મૃત્યુ થયા છે. ડો. સિંઘે કહ્યું કે તમાકુ ટેક્સથી આવકમાં ફાયદો થશે. ડો. પ્રિતમે કહ્યું, ડબલ્યુએચઓ ભલામણ કરે છે કે તમાકુ પરનો ટેક્સ છૂટક કિંમતના ઓછામાં ઓછો ૭પ ટકા હોવો જોઈએ, જો કે ભારતમાં હાલમાં સિગારેટ પર માત્ર પ૭.પ ટકા અને મશીનથી બનેલી બીડી પર રર ટકા કર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh