Advertisement
Author: નોબત સમાચાર

આરંભડા-નાગેશ્વર રોડ પર બાઈકને ઠોકર મારી મોટર પલાયનઃ એકનું મૃત્યુ

અન્ય બે અકસ્માતમાં ત્રણ વ્યક્તિને થઈ ઈજાઃ

જામનગર તા. ૨૦: ઓખામંડળના નાગેશ્વર-આરંભડા રોડ પર બુધવારની સાંજે એક બાઈકને ઠોકરે ચઢાવી મોટર નાસી છૂટી છે. ઘવાયેલા બાઈકચાલકનું મૃત્યુ નિપજ્યું છે. હિટ એન્ડ રનના આ બનાવની પોલીસે તપાસ શરૂ કરી છે. જ્યારે જામનગરના ખેતીવાડી ફાર્મ પાસે સાયકલચાલકને અજાણ્યું બાઈક ઠોકર મારીને પલાયન થઈ ગયું છે. ભાટીયા-દ્વારકા રોડ પર ટ્રકનંુ ટાયર ફાટતા ટ્રક બે બાઈક પર ચઢી ગયો હતો. એક બાઈકચાલકને ગંભીર ઈજા થઈ છે.

દેવભૂમિ દ્વારકાના નાગેશ્વર રોડથી આરંભડા વચ્ચેના રોડ પરથી બુધવારે સાંજે રવિભાઈ કાનાભાઈ નકુમ નામના યુવાન જીજે-૧૦-સીડી ૬૯૫૧ નંબરના મોટરસાયકલ પર જતા હતા ત્યારે આરંભડા નજીક એક અજાણી મોટર તેઓને ઠોકર મારીને નાસી ગઈ હતી. ગંભીર ઈજા પામેલા રવિભાઈનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જનાર મોટરચાલક સામે મૂળ કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામના વતની અને હાલમાં મીઠાપુરમાં ટાટા ટાઉનશીપમાં રહેતા દર્પણ પ્રેમજીભાઈ પરમારે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના હાપા માર્કેટ યાર્ડ પાસે આવેલી વ્રજદર્શન સોસાયટીમાં રહેતા હરીશભાઈ નાથાભાઈ વાઘેલા નામના શ્રમિક ગયા સોમવારે બપોરે દિગ્જામ વુલન મીલ નજીક ઈન્દિરા કોલોનીમાં રેશનકાર્ડના ઈ-કેવાયસી માટે તપાસ કરવા ગયા હતા. જ્યાંથી તેઓ સાયકલ પર ખેતીવાડી ફાર્મ નજીક પુલ ઉતરતા હતા ત્યારે કોઈ અજાણ્યો ટુ વ્હીલર ચાલક ઠોકર મારીને નાસી ગયો હતો. હેમરેજ સહિતની ઈજા પામેલા હરીશભાઈને હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમના પુત્ર મુકેશ વાઘેલાએ ફરિયાદ નોંધાવી છે.

કલ્યાણપુર તાલુકાના ગુરગઢ પાસે દ્વારકા તરફના રોડ પરથી ગઈકાલે પસાર થતાં એક ટ્રકનું ટાયર કોઈ રીતે ફાટતા બેકાબુ બનેલો ટ્રક સામેથી આવતા બે બાઈક પર ચઢી ગયો હતો. આ અકસ્માતમાં બંને બાઈકના ચાલકને ઈજા થઈ છે. એક ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh