Advertisement
Author: નોબત સમાચાર

રાજસ્થાન બોર્ડર પર મોટરમાં એક કરોડ ઉપરાંતનું ડ્રગ્સ લાવી રહેલા જામનગરના ત્રણ શખ્સ ઝડપાયા

વા૫ીથી ડ્રગ્સ ખરીદી અજમેર ગયા પછી પરત આવતી વેળાએ ચેકપોસ્ટ પર પકડાયાઃ

જામનગર તા. ૧૮: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર બનાસકાંઠા નજીકની અમીરગઢ ચેકપોસ્ટ પરથી ગઈકાલે જામનગરના ત્રણ શખ્સ રૂ.૧.૧૬ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઈ ગયા છે. તેઓની મોટર પોલીસે ચેક કરતા તેમાંથી ૧૦૭ર ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. વાપીથી તે ડ્રગ્સ ખરીદવામાં આવ્યું હોવાની પ્રાથમિક કબૂલાત મળી છે. આ શખ્સો અજમેરથી પરત આવતા હતા ત્યારે માર્ગમાં ઝડપાઈ ગયા હતા.

ગુજરાતથી રાજસ્થાન વચ્ચેની બોર્ડર પર આવેલી અમીરગઢ ચેકપોસ્ટ પરથી ગઈકાલે હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા મોટર પસાર થઈ હતી. ત્યાં ઉભી કરવામાં આવેલી ચેક પોસ્ટ પરના કર્મચારીઓએ જામનગર પાસીંગની જીજે-૧૦-ડીજે ૩૪૪૮ નંબરની આ મોટરને સાઈડમાં ઉભી રાખવાનો ઈશારો કર્યાે હતો.

તે મોટરની પોલીસ કર્મચારીઓએ તલાશી લેતાં તેમાંથી ૧૦૭૨ ગ્રામ મેથા એમ્ફેટામાઈન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે અંદાજે રૂ. ૧,૧૬,૦૦,૦૦૦ના ડ્રગ્સના આ જથ્થા સાથે જામનગરના ત્રણ શખ્સની અટકાયત કરી લીધી છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી અમન સોસાયટી પાસે રહેતા ઈશરાક આરીફ બ્લોચ, નદીપા રોડ પર રહેતા સોહેલ ઓસમાણ સંધી તથા સીલ્વર સોસાયટીવાળા અસલમ અબ્દુલસતાર દરજાદા નામના આ શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરાતા આ શખ્સો મુંબઈ નજીક વાપીમાંથી ઉપરોક્ત ડ્રગ્સ મેળવી તેને સાથે રાખી રાજસ્થાનના અજમેરમાં દર્શનાર્થે ગયા હતા અને ત્યાંથી પરત જામનગર તરફ જતાં હોવાનું ખૂલ્યું છે.

પોલીસે ઝીણવટભરી પૂછપરછ કરતા ઈશરાક બ્લોચે પોતાના મિત્ર સરફરાઝ ઉસ્માન રાવમા પાસેથી તેની મોટર અજમેર દર્શનાર્થે જવા માંગતા તેને સરફરાઝે ક્રેટા મોટર આપી હતી. તે મોટરમાં સોહિલ સાથે ઈશરાક વાપી ગયો હતો. ત્યાંથી તેણે ડ્રગ્સ લીધા પછી અસલમ દરજાદાને અમદાવાદ આવી જવા કહ્યું હતું. ત્યાંથી ત્રણેય શખ્સ અજમેર જઈ પરત આવતા હતા ત્યારે રાજસ્થાન બોર્ડર પર અમીરગઢ ચેકપોસ્ટે ઝડપાઈ ગયા હતા. ડ્રગ્સ કોની પાસેથી લીધુ? અને ક્યાં આપવાનું હતું? તે પ્રશ્નોની પૂછપરછ કરાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh