Advertisement
Author: નોબત સમાચાર

સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવારે ઉમેદવારી ફોર્મમાં ખોટી માહિતી આપીઃ કોંગ્રેસનો આક્ષેપ

બાયોડેટામાં ગ્રેજ્યુએટ અને એફિડેવીટમાં ધોરણ ૧ર!

સુરેન્દ્રનગર તા. ૧૮: સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ ઉમેદવારીપત્રકમાં શૈક્ષણિક લાયકાત અંગે ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ લગાવતા રાજકીય માહોલ ગરમાયો છે.

લોકસભા ચૂંટણી ર૦ર૪ માટે ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો વચ્ચે જોરદારજંગ જામી રહ્યો છે, ત્યારે વિવિધ બેઠકો પર ઉમેદવારો દ્વારા ફોર્મ ભરીને તેમનું નોમિનેશન કન્ફર્મ કરવામાં આવી રહ્યું છે. આ સૌની વચ્ચે ઉમેદવારો દ્વારા જાહેર કરાતી માહિતીઓને પગલે કેટલાક ઉમેદવારો વિવાદોમાં ફસાઈ રહ્યા છે. આવી એક મામલો સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા સાથે બન્યો છે. તેમના પર કોંગ્રેસ દ્વારા ડીગ્રી અંગેનો આરોપ મૂકવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવારની ડીગ્રીમાં વિસંગતતાઓ જોવા મળી છે. તેમના ઉમેદવારી ફોર્મમાં અને બાયોડેટામાં અલગ અલગ ડીગ્રી દર્શાવવાનો આરોપ લગાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ તેમના બાયોડેટમાં તેમની ડીગ્રી બી.ઈ. સિવિલ એન્જિનિયર દર્શાવી હતી, જ્યારે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમણે રજૂ કરેલા સોગંદનામામાં ધોરણ ૧ર પાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આ મામલો સામે આવતા જ કોંગ્રેસે આરોપબાજી શરૂ કરી હતી. કોંગ્રેસે આરોપ મૂક્યો કે ડીગ્રી ન હોવા છતાં ચંદુભાઈએ પોતાને એન્જિનિયર ગ્રેજ્યુએટ દર્શાવ્યો હતો, જો કે વિવાદ વધતા ભાજપ ઉમેદવાર ચંદુભાઈએ ખુલાસો કર્યો કે તેમણે બી.ઈ. સિવિલ એન્જિનિયર તરીકેનો અભ્યાસ પૂર્ણ નથી કર્યો. એટલા માટે તેમણે ઉમેદવારી ફોર્મમાં ધોરણ ૧ર પાસનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ વતી ઋત્વિક મકવાણાએ આ મામલે નિશાન તાકતા કહ્યું કે ભાજપ દ્વારા ઉમેદવારોની ડીગ્રી નક્કી કરીને મતદારોને ખોટી રીતે આકર્ષવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh