Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશઃ
જામનગર તા. ૧૮: જામનગરની એક સોસાયટીએ લોન મેળવી ચેક આપનાર સભાસદ સામે કોર્ટમાં ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને છ મહિનાની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટિવ સોસાયટીના સભાસદ અને ગોકુલનગરમાં રહેતા મુકેશ છગનભાઈ પાણખાણીયાએ સોસાયટીમાંથી લોન મેળવી તેને ભરપાઈ કરવા માટે સોસાયટીને ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા મુકેશ પાણખાણીયાને નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં નાણા ભરપાઈ ન કરાતા તેની સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી છ માસની જેલ અને રૂ.૭૮, ૧૪૩નો દંડ ફટકાર્યાે છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એન. ધામેલીયા, જયદીપ સિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial