Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રાહક સાથે કરેલી વાત સંચાલક સુધી પહોંચતા બબાલઃ
જામનગર તા. ૧૮: જામનગરના ગોકુલનગરમાં આવેલી વીજ કંપનીની ઓફિસમાં સોમવારે ફરજ પર રહેલા એક કર્મચારીને સોલાર એજન્સીવાળા એક શખ્સ સહિત બેએ ગેરવર્તન કરી મારી નાખવાની ધમકી આપ્યાની અને ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. વીજકર્મીએ ઓફિસમાં સોલાર કનેક્ટિવિટીના કારણે કામ બરાબર ચાલતું ન હોવાનું ગ્રાહકને કહ્યા પછી ગ્રાહકે એજન્સીધારકને કહેતા આ બબાલ થઈ હતી.
જામનગરના માણેકનગર-૧માં રહેતા અને પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની ગોકુલ નગર સ્થિત કચેરીમાં ફરજ બજાવતા વિરમભાઈ ખીમાભાઈ કારેણા સોમવારે બપોરે પોતાની ઓફિસમાં ફરજ પર હતા ત્યારે બિપીન સાવલીયા નામનો શખ્સ અને તેની સાથે અજાણ્યો માણસ ધસી આવ્યા હતા. પીજીવીસીએલની જામનગરની કચેરીમાં ઓક્સેન એનર્જી નામની સોલારની એજન્સી ધરાવતા બિપીને બોલાચાલી શરૂ કરી હતી. વિરમભાઈ પાસે સોલાર માટે માર્ગદર્શન લેવા આવેલા એક ગ્રાહકને તેઓએ સોલાર અંગે માહિતી આપી હતી. તે પછી આ ગ્રાહકને ઓનેક્સ એનર્જી વાળા બિપીનભાઈ સાથે તે બાબતે વાત કરતા મારી એજન્સી નબળી છે તેવી કેમ વાત કરી તેમ કહી બિપીન અને તેની સાથે રહેલા શખ્સે ગાળો ભાંડી હતી. તે પછી વિરમભાઈની ફરજમાં રૂકાવટ કરી આ શખ્સોએ મારી નાખવાની ધમકી આપી હતી. સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિરમભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial