Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાસપોર્ટ, વીઝા બનાવતા આસામીને હાજર થવા હુકમઃ
જામનગર તા. ૧૮: જામનગરના એક આસામી પાસેથી રૂ.૪૪,૧૦,૨૦૦ ઉછીના મેળવી પાસપોર્ટ, વીઝાનું કામ કરતા એક આસામીએ ચાર ચેક આપ્યા હતા. તે ચેક પરત ફર્યાની ફરિયાદ કોર્ટમાં કરાઈ છે. જામનગરના વિનાયક વિરૂભાઈ ઉર્ફે વિરેન્દ્રભાઈ નંદાણી પાસેથી પાસપોર્ટ- વીઝાનું કામ કરતા મયુર રાજેન્દ્રભાઈ દવેએ જુદા જુદા સમયે કુલ રૂ.૪૪,૧૦,૨૦૦ હાથઉછીના મેળવ્યા હતા. તે રકમ પરત આપવા મયુર દવેએ જુદી જુદી રકમના ચાર ચેક આપ્યા હતા. તે તમામ ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા વિરેન્દ્રભાઈએ નોટીસ પાઠવ્યા પછી જામનગરની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. અદાલતે આરોપી મયુર દવેને હાજર થવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ હાર્દિક એરડા, બરપત મકવાણા, પૂનમ ચૌહાણ, સોનલ મકવાણા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial