Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા નગરપાલિકાના કર્મચારીઓને ૭મા પગાર પંચના બદલે ૬ઠ્ઠા પગારપંચ મુજબ રિવર્સ-પેનો હુકમ

મહેકમ ખર્ચ ૪૮ના બદલે ૬૯ ટકા થઈ જતાં

ખંભાળિયા તા. ૧૮: આખરે ખંભાળિયા નગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગારપંચને બદલે છઠ્ઠા પગારપંચ પ્રમાણે રિવર્સ પે સ્કેલનો હુકમ થયો છે. તે પછી કર્મચારીઓ હાઈકોર્ટના શરણે ગયા છે.

ખંભાળિયા નગર પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત રેકોર્ડરૂપ ગઈકાલે ખંભાળિયા પાલિકાના તમામ કર્મચારીઓને સાતમાને બદલે છઠ્ઠા પગારપંચ પ્રમાણે રિવર્સ પે સ્કેલનો હુકમ પાલિકા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે કરતા પાલિકા કર્મચારીઓમાં સોંપો પડી ગયો છે.

રાજ્ય સરકાર દ્વારા પાલિકાના મહેકમ ખર્ચના આધારે આ અંગે પરિપત્ર કરેલો હોય તથા તમામ કર્મચારીઓને પણ જ્યારે સાતમા પગાર પંચનો લાભ આપેલો હતો ત્યારે પણ જો મહેકમ ખર્ચ વધશે તો પગારપંચ રિવર્સ થશે તેમ જણાવ્યું હોય તથા રાજ્ય સરકારના નિયમ પ્રમાણે મહેકમ ખર્ચ ૪૮ ટકાથી વધે તો પગારપંચ રિવર્સ થાય નહીં ખંભાળિયા નગરપાલિકામાં તો મહેકમ ખર્ચ ૬૯ ટકા થઈ ગયું હોય, કર્મચારીના વધતા ખર્ચને કારણે આ પગલું ફરજિયાત લેવું પડ્યાનું ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે જણાવ્યું હતું.

બીજી બાજુ પાલિકાના કર્મચારીઓ રમેશભાઈ વાઘેલા સહિતના આજે અમદાવાદ હાઈકોર્ટની શરણમાં ગયા છે.  જેમની સાથે પાલિકાના નિવૃત્ત કર્મચારીઓ પણ જોડાયા છે તથા તેમણે જણાવેલ કે મહેકમ ખર્ચમાં રેગ્યુલર કાયમી કર્મચારી જ ગણવા તેવો હુકમ છે તથા અગાઉ બગસરા, ઉપલેટા સહિતની ન.પા.ઓમાં પણ આવા મુદ્દે સ્ટે આપેલો હોય સ્ટે. મેળવવા કોર્ટમાં તજવીજ કરવામાં આવી છે. મોંઘવારીમાં પગાર વધવાના બદલે ઘટવાનું થતા કર્મચારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh