Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત
જામનગર તા. ૧૮: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ ના અનુસંધાને જામનગર જિલ્લામાં સમાવિષ્ટ મતદાન મથકો પર કામગીરી સરળતાથી થાય અને મતદાન સ્ટાફને માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમુક મતદાન મથકો વચ્ચે ૧ ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. જે અધિકારીઓને ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવી હોય અને તે પૈકી જે અધિકારી કે કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર મળેલા નથી, તો તેઓ ચૂંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે કરી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકે તે માટે સરકારના ગૃહ વિભાગના જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-ર૧ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકે તથા આ અધિનિયમની કલમ ૪૪, ૧૦૩, ૧૦૪, ૧ર૯ અને ૧૪૪ ના અધિકારો મળવાપાત્ર થાય છે.
આ અધિકારો ભોગવવા માટેનો વિસ્તાર અને સમયગાળો નિશ્ચિત કરવા માટે જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટને અધિકૃત કરવામાં આવ્યા છે. આથી કર્મચારી કે અધિકારીઓને તેઓને ફાળવવામાં આવેલા મતદાન મથકોના રૂટના વિસ્તારો માટે ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ સરકારીએ આપેલા અધિકારો ભોગવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
અનિવાર્ય સંજોગોના કારણે સુધારા હુકમને ધ્યાનમાં રાખીને અમુક કર્મચારી કે અધિકારીઓની ફેરબદલી કરવામાં આવી છે. જેથી અત્રે જણાવ્યા અનુસાર કર્મચારી કે અધિકારીને કમી કરવામાં આવ્યા છે અને તેમને આપેલા અધિકાર પરત ખેંચવામાં આવે છે. તેમજ તેમના સ્થાન પર અત્રે જણાવ્યા અનુસાર કર્મચારી કે અધિકારીને ૧ર જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ જામનગર જિલ્લાના કાર્યક્ષેત્રમાં લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત આગામી તા. ૭-પ-ર૪ ના થનાર મતદાનને ધ્યાનમાં રાખતા આગામી તા. ૪-પ-ર૪ થી તા. ૯-પ-ર૪ સુધીમાં સમયગાળા માટે તેઓને ફાળવવામાં આવેલા મતદાન મથકોના રૂટના વિસ્તારો માટે ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના સરકારે આપેલા અધિકારો ભોગવવા માટે અધિકૃત કરવામાં આવે છે.
જે અનુસાર, ૭૬-કાલાવડ વિધાનસભા મત વિસ્તાર રૂટ નંબર ર૪ માં પૂર્વ અધિકારી એસ.કે. જાદવના સ્થાન પર નવનિયુકત અધિકારી તરીકે ડી.એ. ભાર્ગવની નિમણૂક કરવામાં આવી છે. તેમજ સમાવિષ્ટ બૂથમાં ૧૮૩, ર૧૪, રરર, રર૩, ર૩૩, ર૩૧ અને ર૩ર ભાગ નંબર રહેશે. તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ બી.કે. પંડ્યા, જામનગર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા આદેશમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial