Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૪ કલાકમાં ૩.ર ડીગ્રી વધ્યુ તાપમાન
જામનગર તા. ૧૮: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૩.ર ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાનનો પારો સિઝનમાં સૌ પ્રથમ વખત ૪૦ ડીગ્રીએ પહોંચી ગયો હતો. જેના પગલે નગર આખું જાણે ભઠ્ઠીમાં પરિવર્તિત થઈ ગયું હોય તેવા અસહ્ય આકાશ તાપનો અનુભવ જનતાએ કર્યો હતો. અસહ્ય ગરમીના પગલે પ્રજાજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સમગ્ર હાલાર પંથકમાં એપ્રિલ માસમાં ઉનાળાએ ગતિ પકડી લીધી છે. જામનગરમાં એક જ દિવસમાં ૩.ર ડીગ્રી સુધી ઊંચકાયને મહત્તમ તાપમાનનો પારો સિઝનમાં સૌ પ્રથમ વખત ૪૦ ડીગ્રીએ પહોંચી ગયો હતો. નગર આખું જાણે ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું હોય તેવા આકરા તાપનો અનુભવ જનતાએ કર્યો હતો. ગઈકાલે સવારે સૂર્યનારાયણ નભમાં ઉદીત થયા પછી ધીમે-ધીમે વાતાવરણમાં ગરમી પ્રસરવા લાગી હતી અને બપોરે નભમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું. અંગ દઝાડતા આકરા તાપના પગલે આકૂળ-વ્યાકૂળ થઈ પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. નગરમાં એકંદરે સાંજે પાંચ વાગ્યાથી ઠંડક પ્રસવાર લાગે છે, પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સાંજે ૬ વાગ્યા પછી પણ તાપની અનુભૂતિ થઈ રહી છે.
અંગ દઝાડતા આકરા તાપ સામે રક્ષણ મળે તે માટે પ્રજાજનો માથા પર રૂમાલ, ટોપી, ફૂલ સ્લીવના કપડા પહેરવાની સાથે-સાથે ઠંડાપીણા અને એસી, એરકુલરનો સહારો પણ લઈ રહ્યા છે.
જામનગરમાં ગુરુવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન આંશિક ઘટાડા સાથે લઘુતમ તાપમાન રપ.૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ર૯ ટકા ઘટીને ૬૬ ટકા રહ્યું હતું. ભેજના પ્રમાણમાં ઘટાડો થતા બફારામાં પણ ઘટાડો થયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial