Advertisement
Author: નોબત સમાચાર

વીજચોરીના આક્ષેપમાં મહિલા સહિત ત્રણની થઈ જામીનમુક્તિ

સાડા ચાર લાખનું અપાયું બીલઃ

જામનગર તા. ૧૮: જામનગરના પટેલનગરમાં વીજ કંપનીના અધિકારીઓએ ચેકીંગ કરી એક મહિલા તથા તેમના પુત્ર, પુત્રવધૂ સામે વીજચોરીનો આક્ષેપ મૂકી છ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. તે ગુન્હામાં અદાલતે ત્રણેય આરોપીને જામીન આપ્યા છે. જામનગરના રણજીત સાગર રોડ પર પટેલનગરમાં વસવાટ કરતા એક પરિવારને ત્યાં વીજ ચેકીંગ કરાયા પછી વીજ કંપનીના અધિકારીએ નજીકમાં આવેલા થાંભલામાંથી સીધુ વીજજોડાણ મેળવાયું હોવાનો આક્ષેપ મુકી સરોજબેન ગોપાલભાઈ, તેમના પુત્ર વિક્કી, પુત્રવધૂ અનીતાબેન સામે જુદી જુદી છ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. તે ઉપરાંત રૂ.૪, ૫૦,૧૦૦નું  પુરવણી બીલ પણ આપવામાં આવ્યું હતું. પોલીસે સરોજબેન સહિતના ત્રણેયની ધરપકડ કરી હતી. આ આરોપીઓએ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે વકીલ યજ્ઞેશ પંડયા, મોનલ ચાવડા, તીર્થ પંડયાની દલીલો ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપીને જામીન પર છોડ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh