Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રમિક પુત્રની ઝળહળતી સિદ્ધિઃ
જામનગર તા. ૧૮: જામનગરમાં કડીયા કામ કરતા શ્રમિકના પુત્રએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. ગઈકાલે પરિણામ જાહેર થયા પછી ચાવડા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે યુપીએસસીની પરીક્ષા પાસ કરનાર હાલ જીએસટી વિભાગમાં ફરજ બજાવે છે.
જામનગરના પ્રફુલભાઈ ચાવડા અને મંજુલાબેન ચાવડાના પુત્ર આકાશ ચાવડાએ યુપીએસસીની ખૂબ જ અઘરી ગણાતી પરીક્ષા પાસ કરી છે. પરિણામ જાહેર થયા પછી તેના ઘરે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને એક બીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી.
જો કે આકાશ ચાવડાની નાણાકીય સ્થિતિ સદ્ધર નહી હોવાથી આકાશે પરીક્ષા પાસ કરી જીએસટી વિભાગમાં નોકરી મેળવી હતી અને તે છેલ્લા ૧૦ વર્ષથી યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતો હતો જેને આખરે સફળતા સાંપડી છે.
આ પરીક્ષા માટે તેણે ઘરે જ જાતે મહેનત કરી હતી કોઈ ટ્યુશન કલાસમાં કોચીંગ મેળવ્યું ન હતું. આમ તેણે સાબિત કરી આપ્યું છે કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. બસ માણસની દૃઢ ઈચ્છા શક્તિ હોવી જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial