Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે લાઠીચાર્જ કરી ટીયર ગેસ છોડ્યોઃ
કોલકાતા તા. ૧૮: પશ્ચિમ બંગાળમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો અને હિંસક અથડામણ થતા સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતાં. શોભાયાત્રા પર ધાબા પરથી પથ્થરમારો કરવામાં આવ્યો. પથ્થરબાજી પછી ભીડ ઉગ્ર બની હતી જ ેને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતાં.
પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રામ નવમી દરમિયાન હિંસાની ઘટના સામે આવી છે. બુધવારે (૧૭ એપ્રિલ) બંગાળના મૃર્શિદાબાદમાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણ થઈ હતી. જેમાં ઘણાં લોકો ઘાયલ થયા હતાં. મુર્શિદાબાદના શક્તિપુર વિસ્તારમાં એક સરઘસ પર કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ર૦ લોકો ઘાયલ થયા હતાં. બુધવારે સાંજે ભક્તિપુરમાં એક શોભાયાત્રા દરમિયાન વિસ્ફોટ થયો હતો. જેમાં એક મહિલા ઘાયલ થઈ હતી. આ ઘટનાને લઈને ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારને ઘેરી છે. પથ્થરબાજી અંગે પક્ષે કહ્યું છે કે આ વર્ષે પણ પોલીસ રામ ભક્તોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે.
ભાજપે કહ્યું કે ગયા વર્ષે પણ પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળતાને કારણે દલખોલા, રિશ્રા અને સેરામપુરમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ સરકારી તંત્રની સંપૂર્ણ પરવાનગી પછી નીકળેલી રામ નવમીની શાંતિપૂર્ણ શોભાયાત્રા પર શક્તિપુરમાં અસામાજિક તત્ત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.
મુર્શિદાબાદમાં પથ્થરમારાની ઘટના જિલ્લાના શક્તિપુર વિસ્તારમાં ત્યારે સામે આવી જ્યારે બુધવારે સાંજે અહીંથી શોભાયાત્રા પસાર થઈ રહી હતી. ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં લોકો ધાબા પરથી પથ્થરમારો કરતા જોઈ શકાય છે. પથ્થરબાજી પછી ભીડ ઉગ્ર બની હતી. જેને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતાં.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી છે અને સ્થળ પર શાંતિ જાળવવા વધારાના દળો મોકલવામાં આવ્યા છે. પથ્થરમારાના કારણે ઘાયલ થયેલા લોકોને બહેરામપુરની 'મુર્શિદાબાદ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ'માં દાખલ કરવામાં આવ્યા છે.
ભાજપના નેતા સુવેન્દ્ર અધિકારીએ કહ્યું કે શોભાયાત્રા પર પથ્થરમારો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી. સરકાર અને પોલીસ તંત્ર સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. તેમણે કહ્યું, 'શાંતિપૂર્ણ રામ નવમીના શોભાયાત્રા માટે વહીવટી તંત્ર પાસેથી પરવાનગી લેવામાં આવી હતી, પરંતુ મુર્શિદાબાદના શક્તિપુર અને બેલડાંગા-ર બ્લોકમાં સામાજિક તત્ત્વોએ હુમલો કર્યો.'
છેલ્લા અહેવાલો મુજબ મુર્શિદાબાદ હુમલાની ત૫ાસ એનઆઈએ દ્વારા કરાવવાની વિશ્વ હિન્દુ પરિષદે માંગ કરી છે ભાજપ, કોંગ્રેસે મમતા બેનર્જી સરકાર પર પ્રહારો કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial