Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સપ્લાયર તથા બે રિસિવરના નામ ખૂલ્યાઃ
જામનગર તા. ૧૮: ધ્રોલ નજીક આવેલી એક હોટલ પાસેથી ગઈકાલે રાત્રે એસઓજીએ બે શખ્સને બે કિલો ગાંજા સાથે પકડી પાડ્યા છે. ધ્રોલ તથા જામનગરના બે શખ્સ માટે નડિયાદથી ગાંજો ખરીદી ડિલિવરી આપવાની હતી. તે પહેલાં એસઓજીએ બંનેને પકડી પાડ્યા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી છે અને સપ્લાયર, બે રિસિવરની શોધખોળ હાથ ધરી છે.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ધ્રોલ નજીકની એક હોટલ પાસે બે શખ્સ ગાંજાના જથ્થા સાથે એક વાહનમાં આવી રહ્યા છે તેવી બાતમી જામનગર એસઓજીના હિતેશ ચાવડા, રમેશભાઈ, તૌસિફ તાયાણીને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એલ.એમ. જેરના વડપણ હેઠળ ગઈરાત્રે એસઓજી ટીમે વોચ રાખી હતી.
તે દરમિયાન ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર જય વાડીનાથ હોટલ પાસે શાહનવાઝ ઈબ્રાહીમ શાહમદાર, જાવિદ હાજીભાઈ ચાવડા નામના બે શખ્સ મળી આવ્યા હતા. ધ્રોલની રઝવી સોસાયટીમાં રહેતા શાહનવાઝ અને જામનગરના બચુનગરમાં રહેતા જાવિદની અટકાયત કરી એસઓજીએ તલાશી લેતાં આ શખ્સોના કબજામાંથી બે કિલો ગાંજો મળી આવ્યો હતો.
અંદાજે રૂ.૨૦ હજારનો ગાંજો કબજે કરી પૂછપરછ કરાતા આ શખ્સોએ નડિયાદના રફીક નામના શખ્સ પાસેથી ગાંજો ખરીદી ધ્રોલના સોયબ મેમણ તથા જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા રબ્બાની પાર્કવાળા સાજીદ યાસીન ગજીયાને આપવાનો હોવાની કબૂલાત કરી છે. એસઓજીએ બે મોબાઈલ, રોકડ મળી કુલ રૂ.૩૦, ૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. પાંચેય શખ્સ સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધાવાયો છે. ધ્રોલ પોલીસે શાહનવાઝ, જાવિદની ધરપકડ કરી છે અને બાકીના ત્રણની શોધખોળ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial