Advertisement
Author: નોબત સમાચાર

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં કાલે ૧૦૨ બેઠકો પર મતદાનઃ ર૧ રાજ્યોના ૧૬રપ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદારો

બે પૂર્વ મુખ્યમંત્રી, આઠ કેન્દ્રિય મંત્રીઓ, એક પૂર્વ ગવર્નર પણ મેદાનમાં...

નવી દિલ્હી તા. ૧૮: લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ર૧ રાજ્યોની ૧૦ર બેઠકો પર કાલે મતદાન થશે, જેમાં કેન્દ્રિય મંત્રી, બે પૂર્વ સીએમ અને ૧ પૂર્વ રાજ્યપાલ સહિત ૧૬રપ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર ગઈ સાંજે સમાપ્ત થઈ ગયો. આ તબક્કામાં આવતીકાલે ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર બેઠકો માટે મતદાન થશે. આઠ કેન્દ્રિય પ્રધાનો, બે ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો અને ભૂતપૂર્વ રાજ્યપાલ એવા નેતાઓ સામેલ છે, જેમના ચૂંટણીના ભાવિનો પ્રથમ તબક્કામાં નિર્ણય કરવામાં આવશે.

આ તબક્કાની સીટોમાં રાજસ્થાનની રપ માંથી ૧ર સીટો, મધ્યપ્રદેશની ર૯ માંથી છ, છત્તીસગઢની ૧૧ માંથી એક, ઉત્તરપ્રદેશની ૮૦ માંથી ૮ અને મહારાષ્ટ્રની ૪૮ માંથી પાંચ સીટોનો સમાવેશ થાય છે. તમિલનાડુની તમામ ૩૯ બેઠકો માટે મતદાન થશે. કેટલાક સંવેદનશીલ વિસ્તારો સિવાય ૧૯ એપ્રિલના સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણી પંચે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મતદાન મથકો પર કેન્દ્રિય દળો તૈનાત કરવામાં આવ્યા છે.

અરૂણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ પુડુચેરી, જમ્મુ અને કાશ્મીર અને લક્ષદ્વીપમાં કાલે મતદાન થશે.

કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુર બેઠક પરથી લડી રહ્યા છે. ર૦૧૪ માં તેમણે સાત વખતના સાંસદ વિલાસને ર.૮૪ લાખ મતોથી હરાવ્યા હતાં. છેલ્લી ચૂંટણીમાં તેમણે મહારાષ્ટ્ર કોંગ્રેસના વર્તમાન પ્રમુખ નાના પટોલેને ર.૧૬ લાખ મતોથી હરાવીને બેઠક જાળવી રાખી હતી.

પ્રચારના અંતિમ દિવસે ભાજપ નેતૃત્વવાળા એનડીએએ અને વિરોધ પક્ષોના ગઠબંધન ઈન્ડિયાએ મતદારોને રિઝવવાના તમામ પ્રયત્નો કર્યા હતાં. પ્રથમ તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે તે બેઠકોના વિસ્તારોમાં ભાજપના પ્રચારનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તેમણે અનેક રેલીઓ સંબોધી હતી તથા રોડ શો પણ કર્યા હતાં. વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રિય પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિતના પ્રધાનોએ પણ પ્રચાર કર્યો હતો. કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી અને પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ પ્રચાર કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, પ્રથમ તબક્કાની ૧૦ર બેઠકોના વર્ષ ર૦૧૯ ની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો યુપીએ ૪પ અને એનડીએએ ૪૧ બેઠકો જીતી હતી.

છત્તીસગઢમાં નક્સલવાદગ્રસ્ત વિસ્તારમાં પ્રથમ તબક્કા હેઠળ ૧૯ એપ્રિલે મતદાન થવાનું છે. આ માટે સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમિલનાડુમાં પ્રચારના અંતિમ દિવસે ડીએમકે નેતા અને મુખ્યપ્રધાન સ્ટાલિને આ વખતની ચૂંટણીને બીજી સ્વતંત્રતા ચળવળ ગણાવી હતી. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશમાં અનુક્રમે સહરાનપુર અને મોરાદાબાદમાં રેલીઓને સંબોધી હતી.

જમ્મુ-કાશ્મીરમાં વડાપ્રધાન મોદીએ રાજ્યના લોકોને વિધાનસભા ચૂંટણી અને રાજ્યનો દરજ્જો આપવાની ખાતરી આપી હતી. અમિત શાહે પણ જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટની ૩૦ સપ્ટેમ્બર સુધીની ડેડલાઈન પહેલા વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh