Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના નવાગામ તથા ઝારેરામાં મગર દેખાતા લોકો થયા ભયભીત

એક જ દિવસમાં બે મગરોને કરાયા રેસ્કયૂ

ખંભાળીયા તા. ૧૮ : દ્વારકા જિલ્લાના ભાણવડના નવાગામ તથા ઝારેરા ગામોથી એક જ દિવસમાં બે મગરના રેસ્કયૂ કરાયા હતાં.

દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં બરડાના જંગલ તથા નદી નાળા વિસ્તારોમાં મગર ખૂબ જ મોટા પ્રમાણમાં રહેતા હોય ગઈકાલે ભાણવડના નવાગામ પાસે નદીની નજીકમાંથી થઈને ગામમાં પ્રવેશ કરતા લોકો ભયભીત થઈ ગયા હતા તથા તાલુકાના ઝરેરા ગામે નજીકના નદી વિસ્તારમાંથી એક મગર ખેડૂતના ખેતરે પહોંચી ગયો હતો.

બન્ને બનાવોમાં ખેડૂતો દ્વારા ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપને જાણ કરવામાં આવતા તેમણે વન વિભાગના ફોરેસ્ટર ખીમભાઈ ચાવડા તથા રામદેવભાઈ કોટાની સાથે મળીને એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટ તથા હુસેનભાઈ ભટ્ટીએ બન્ને સ્થળેથી મગરોને કોઈ નુકસાન વગર દોરડાથી પકડીને બરડા ડુંગરમાં મુકત કર્યા હતાં.

રાત્રે નીકળેલ બે વિશાળકાય મગરો તથા તેમના રેસ્કયૂ ઓપરેશનને નિહાળવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં.

વન વિભાગ તથા એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા બન્ને સ્થળે એકઠા થયેલા લોકોને સટીસૃપો વન્યજીવ કે કોઈ જંગલી પ્રાણી જોવા મળે કે ખેતર નજીક આવે તો રેસ્કયૂ માટે તંત્ર કે એનિમલ લવર્સનો સંપર્ક કરવા તથા મારી નાખવા કે હેરાન ના કરવા અપીલ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh