Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિવૃત્ત કર્મચારી પણ મુશ્કેલીમાં મુકાય તેવી સંભાવના
ખંભાળીયા તા. ૧૮ : નિવૃત્તકર્મી માટેની એફડી સાત કરોડમાંથી પાંચ કરોડ વપરાઈ જતાં ખંભાળીયા નગરપાલિકાના કર્મચારીઓને વધુ એક તકલીફ પડવાની સંભાવના ઉભી થઈ છે.
ખંભાળીયા નગરપાલિકાના કર્મચારીઓને કે જે એક સમયમાં રાજ્યમાં સૌથી આગળ પગારપંચ તથા વધારાનો લાભ લેવા જાણીતા હતા તેમણે ચાર-પાંચ માસથી પરેશાની શરૂ થઈ છે. પગારમાં અનિયમિતતા પછી ગઈકાલેે પગાર પંચ રીવર્સનો ઐતિહાસિક નિર્ણય સાતમાંથી ૬ઠ્ઠા પગાર પંચ પ્રમાણે લાભ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા પછી થોડા સમયમાં પાલિકાના નિવૃત્તકર્મીઓ માટે પણ માઠા સમાચાર આવનાર છે !
અગાઉ પાલિકાના કર્મચારીઓને પેન્શન મુદ્દે હાઈકોર્ટમાં કેસ થતાં તત્કાલીન ચીફ ઓફિસર સોની દ્વારા સોગંદનામું કરીને આવા કર્મીઓ માટે એફ.ડી. રાખીને તથા નિયમિત પેન્શન પગાર ચૂકવવા જણાવાયું હતું જેનો અમલ પણ વર્ષોથી થતો હતો. તથા અગાઉના પાલિકા પ્રમુખ દિનેશભાઈ દત્તાણીના સમયથી વર્ષોથી સાત કરોડની ફીકસ ડિપોઝીટ પણ પાલિકા દ્વારા વિવિધ બેંકોમાં રાખવામાં આવી હતી જેને વર્ષો સુધી કોઈ પ્રમુખો દ્વારા તોડવામાં આવી નહતી. પણ તાજેતરમાં ત્રણેક માસમાં આ સાત કરોડની ડિપોઝીટમાંથી પાંચ કરોડ વિવિધ ચુકવણીમાં વાપરી નખાતા હવે સાતમાંથી બે કરોડ એફ.ડી. જ બચી હોય, આગામી સમયમાં પાલિકાના નિવૃત્ત કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મૂકાય તો નવાઈ નહીં જો કે આ બાબતે પણ હાઈકોર્ટમાં પાલિકાના તત્કાલીન સી.ઓ.નું સોગંદનામું હોય આ મુદ્દો મહત્ત્વનો બને તો નવાઈ નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial