Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં રામનવમીના પર્વે નીકળી ભવ્ય શોભાયાત્રાઃ ઠેર-ઠેર થયું ભવ્ય સ્વાગત

શ્રીરામ સંકીર્તન મંદિરે ૫ણ રામધૂન સાથે ઉજવણી

ખંભાળીયા તા. ૧૮: વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા ખંભાળીયામાં રામનવમીની ભવ્ય ઉજવણી થઈ હતી અને તેના ભાગરૂપે શોભાયાત્રા, દર્શન પૂજા-મહાઆરતી યોજાઈ હતી.

ખંભાળીયામાં ગઈકાલે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી હતી જેમાં હિન્દુ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

સાંજે ચાર વાગ્યે નગર ગેઈટ પાસેના શ્રીરામ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તથા શહેરના વિવિધ વિસ્તારો મોરલી મંદિર, લુહાર શાળ, સોની બજાર, ગુગળી ચકલો, માંડવી ટીંબો, મેઈન બજાર, શાક માર્કેટ વિસ્તાર, રાજડા રોડ, જોધપુર ગેઈટ, રોકડીયા હનુમાન, શારદા સિનેમા રોડ, નગર ગેઈટ થઈને શ્રીરામ મંદિર નગર ગેઈટ પાસે પહોંચી હતી.

આ વિશાળ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના ધર્માચાર્ય સૌરાષ્ટ્ર પ્રમુખ પ્રવિણસિંહ કંચવા, નીતેશભાઈ ગોંડલીયા, ભમબા૫ુ, ઈશ્વરભાઈ સોલંકી, મિલનભાઈ વારીયા, મનુભાઈ મોટાણી, કલાપી પંડ્યા વિગેરે જોડાયા હતાં તથા રસ્તામાં ઠેર-ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત તથા નગર ગેઈટ પાસે રામમંદિરે મહાઆરતી યોજાઈ હતી. જેમાં શહેરના અગ્રણીઓ, પાલિકાના હોદ્દેદારો, સામાજિક સંસ્થાના અગ્રણીઓ જોડાયા હતાં.

ખંભાળીયામાં મહાદેવ વાડા પાસેના શ્રીરામ સંકીર્તન મંદિરે પણ રામધૂન સાથે ભવ્ય ઉજવણી થઈ હતી તથા જલારામ મંદિર, વિજય ચોકમાં શ્રીરામ મંદિરે પણ ભવ્ય શણગાર-દર્શન પણ યોજાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh