Advertisement
Author: નોબત સમાચાર

રસ્તા પરના દબાણના કારણે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા

જામનગરના નિલકંઠનગર પાસે

જામનગર તા. ૧૮: જામનગર મહાનગરપાલિકા દ્વારા સાધના કોલોની રોડ પર નિલકંઠનગર પાસે ૧પ-ર૦ ફૂટ ઊંડા ખાડાઓ ખોદવાનું કામ ચાલે છે. આ ખોદકામના કારણે મનપાએ ડીવાઈડરની એક તરફનો રસ્તો ૧પ દિવસ સુધી બંધ રહેશે તેવું જાહેર કર્યું છે.

વિકાસ કામ માટે આવી વ્યવસ્થા કરવી પડે તે સ્વાભાવિક છે, પણ ૧પ-૧પ દિવસ સુધી ર૪ કલાક વાહનો-રાહદારીઓની સતત અવરજવરવાળા વ્યસ્ત માર્ગ ઉપર ડીવાઈડરની એક તરફનો રસ્તો બંધ કરી દેવાથી અહિં અવારનવાર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે.

આ વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવે તો જે તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે ત્યાં માર્ગ ઉપર જ બે-ત્રણ આસામીઓ દ્વારા મોટા-મોટા માંડવા ખોડી મોટાપાયે દબાણ કરવામાં આવ્યું છે. તરબૂચ-કેરીના વેંચાણ માટે બિન્દાસપણે રસ્તા પર મોટાપાયે દબાણ કરી દેવાયા છે. જો આ માંડવાઓને દૂર કરવામાં આવે તો તે તરફથી કમસેકમ ટુ વ્હીલરવાળા, નાની રિક્ષા, રાહદારીઓ અવરજવર કરી શકે, અને પરિણામે ડીવાઈડરની બીજી બાજુ પરની અવરજવરમાં થોડી રાહત થઈ શકે!

ખરેખર તો મનપા તંત્ર દ્વારા આ માર્ગ પર જ્યારે ખોદકામ શરૂ કર્યું, જાહેરનામું બહાર પાડ્યું, તે પહેલા જ ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેવા વિકલ્પોનો અમલ પણ કરવાની જરૂર છે, અને કામ શરૂ થયું તે પહેલા જ આવા રસ્તા વચ્ચોવચ્ચના દબાણને હટાવી લીધા હોત તો સમસ્યા ન સર્જાય...

હજુ પણ કામ ૧પ દિવસ કે વધુ સમય ચાલે તેવી શક્યતા વચ્ચે મનપાએ તાકીદે આ માંડવા હાલ તુરત દૂર કરવાની જરૂર છે, તેમજ ખોદકામ અને અન્ય કામગીરી પણ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાની જરૂર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh