Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦૧૧ના પોર્નોગ્રાફી કેસમાં પણ નામ સંડોવાયું હતું:
નવી દિલ્હી તા. ૧૮: અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ૯૭ કરોડની સંપત્તિ ઈ.ડી.એ જપ્ત કરી છે.
ઈ.ડી.એ ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. આ વખતે બોલિવૂડ જગતના સ્ટાર્સને નિશાન બનાવાયા છે. ઈ.ડી.એ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રા સામે કાર્યવાહી કરતા લગભગ ૯૭ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી.
ઉલ્લેખનિય છે કે ર૦૧૧ માં સામે આવેલા પોર્નોગ્રાફી કેસમાં કુન્દ્રાનું નામ સપડાયું હતું, ત્યારે તેમની ધરપકડ પણ થઈ હતી, જો કે પછીથી જામીન મળી ગયા હતાં.
ઈ.ડી.એ કુન્દ્રાની જે મિલકતો ટાંચમાં લીધી છે તેમાં શિલ્પા શેટ્ટીનો જૂહુમાં આવેલો બંગલો પણ સામેલ છે. બિઝનેસમેન સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ એટલે કે પીએમએલએ ર૦૦ર હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
ખાસ વાત એ છે કે શિલ્પા શેટ્ટી અગાઉ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સની ટીમમાં ભાગીદાર રહી ચૂકી છે. ઈ.ડી.એ બિટકોઈન પોન્ઝી સ્કેમમાં કુન્દ્રા સામે આ કાર્યવાહી કરી હતી. ટાંચમાં લેવાયેલી સંપત્તિઓમાં પૂણેમાં આવેલો બંગલો અને ઈક્વિટી શેર પણ સામેલ છે. અહેવાલ છે કે ઈ.ડી.એ મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસ તરફથી વન વેરિયેબલ ટેક પ્રાઈવેટ લિમિટેડ અને આરોપી દિવંગત અમિત ભારદ્વાજ, અજય ભારદ્વાજ, વિવેક ભારદ્વાજ, સિમ્મી ભારદ્વાજ, મહેન્દ્ર ભારદ્વાજ સહિત અન્ય લોકો સામે એફઆઈઆર પછી તપાસ શરૂ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial