Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકા જેવા ઘણાં દેશોમાં સામાન્ય દવા કરિયાણાની દુકાનોમાં મળે છે !
શરદી-ઉધરસ અને તાવમાં વપરાતી દવાઓ જનરલ સ્ટોર પર ઉપલબ્ધ કરાવવાની વિચારણા કરવામાં આવી રહી છે, જો કે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કઈ કહેવામાં આવ્યું નથી. એવું કહેવાય રહ્યું છે કે ઓટીસીની નીતિ પર કામ કરતી સમિતિ એટલે કે ઓવર ધ કાઉન્ટર દવાઓ મેડિકલને બદલે જનરલ સ્ટોર્સમાં વેચવાની મંજુરી આપવા પર વિચાર કરી રહી છે પણ હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. જો સમિતિ મંજુરી આપશે તો સામાન્ય દવાઓ કે જે માટે ડોકટરની પ્રિસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી તેવી દવાઓ આસાનીથી ઉપલબ્ધ થઈ શકશે.
ઓટીસીમાં આ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે, જેથી ખાંસી, શરદી અને તાવની દવા ગામડાઓમાં લોકો સુધી સરળતાથી પહોંચી શકે. આ માટે ડોકટરની પ્રિસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી.
આ વિશે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા જેવા ઘણાં દેશોમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી દવાઓ કરિયાણાની દુકાનો પર પણ ઉપલબ્ધ છે. ભારતની ઓટીસી પોલીસી પર કામ કરી રહેલા કેટલાક નિષ્ણાતો તરફથી એક સૂચન પણ આવ્યું છે, જેમાં અહીં પણ આવી સિસ્ટમ શરૂ કરવાની વાત કરવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
નોંધનીય છે કે ઓવર ધ કાઉન્ટર દવાઓમાં એવી દવાઓનો સમાવેશ થાય છે જે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય છે. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં તેમના વર્ગીકરણ ને ઉપયોગ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા છેે. આ વર્ષે ફેબ્રુઆરીમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલે ભારતની ઓટીસી દવા નીતિ તૈયાર કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરી હતી.
કમિટીએ તાજેતરમાં પ્રિસ્ક્રિપ્શન વિના વેચી શકાય તેવી દવાઓની પ્રથમ યાદી સુપરત કરી છે, ત્યારબાદ અંગે ચર્ચા કરવા માટે સોમવારે જ એક બેઠક પણ બોલાવવામાં આવી હતી. જેમાં ચર્ચા એવી હતી કે, ભારતમાં પ્રિસ્ક્રિપ્શન દવાઓનું નિયમન છે, પરંતુ કાઉન્ટર પર વેચી શકાય તેવી કોઈ માર્ગદર્શિકા અથવા સૂચિ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ દવાને પ્રિસ્ક્રિપ્શન ઓન્લી ડ્રગ તરીકે ખાસ લેબલ કરવામાં ન આવે તો તેને ઓટીસી ગણવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial