Advertisement
Author: નોબત સમાચાર

આઈટીઆરએમાં મહિલાઓને લગતી સમસ્યાઓ માટે યોગાભ્યાસ શિબિરો

૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે

જામનગર તા. ૧૮: આઈ.ટી.આર.એ. જામનગર સ્વસ્થવૃત વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ માટે યોગ વિષય વસ્તુ પર આધારિત ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં મહિલાઓને લગતી વિવિધ સમસ્યાઓ માટે વિવિધ યોગાભ્યાસ શિબિરનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.

આ યોગાભ્યાસ શિબિરની વિગતોમાં આવતીકાલ તા. ૧૯-૪-ર૦ર૪ ના માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ માટે યોગાભ્યાસ, તા. ર૬-૪-ર૦ર૪ ના સગર્ભાવસ્થા દરમિયાન યોગાભ્યાસ અને તા. ૩-પ-ર૦ર૪ ના રજો નિવૃત્તિ સંબંધિત સમસ્યાઓ માટે યોગાભ્યાસ યોજાશે.

આ શિબિરમાં નામ નોંધાવવા અને ભાગ લેવા માટે કેમ્પના દિવસે સ્વસ્થવૃત વિભાગ ડો. પી.એમ. મહેતા રોડ (ચિડિયાખાના રોડ), હનુમાન ગેઈટ પોલીસ ચોકી પાસે, જામનગરમાં સવારે ૯ થી ૧ર તેમજ સ્વસ્થવૃત વિભાગ, શ્રીમતી પ્રભાબેન કાંતિલાલ સંઘવી, યોગ ભવન, આઈ.ટી.આર.એ., જામનગરમાં સાંજે પ થી ૬ દરમિયાન રૂબરૂ સંપર્ક કરવા અને યોગ શિબિરનો લાભ લેવા આઈ.ટી.આર.એ.ના નિયામક પ્રો. વૈધ અનૂપ ઠાકર દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh