Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮: જામનગરમાં કર્મકાંડ માટે આવેલા ખંભાળિયાના એક યુવાનનો રિક્ષામાં થેલો ભુલાઈ ગયા પછી પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કર્મચારીઓએ તે રિક્ષા શોધી કાઢી થેલો પરત અપાવ્યો હતો.
ખંભાળિયાના ૫વન વિજયભાઈ રાજ્યગુરૂ નામના યુવાન જામનગરના ધોરીવાવ પાસે આવેલી સંસ્કૃત પાઠશાળામાં કર્મકાંડ માટે આવ્યા પછી મંગળવારે દરેડથી જામનગર બસ ડેપો જવા માટે રિક્ષામાં બેઠા હતા.
આ યુવાન રિક્ષામાંથી ઉતરતી વખતે પોતાનો થેલો રિક્ષામાં ભૂલી ગયા હતા જેમાં કપડા તેમજ અભ્યાસના અસલ કાગળો વગેરે હતા. તેઓએ તરત જ પોલીસનો સંપર્ક કરતા પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પીએસઆઈ પી.પી. જાડેજા તથા સ્ટાફના પરેશ ખાણધર, રાધેશ્યામ અગ્રાવત, વર્ષાબા, સંજય જોડે સીસી સીવી ફૂટેજ ચકાસ્યા હતા.
જેમાં રિક્ષાના નંબર મળી ગયા હતા અને તેના ચાલકને શોધી કાઢી પોલીસે પવનભાઈને થેલો પરત અપાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial