Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના ત્રૈલોકય સુંદર મંદિરમાં
દ્વારકા તા. ૧૮: દ્વારકાધીશ જગતમંદિરમાં રામનવમી પર્વની પરંપરાગત ઉજવણી કરાઈ હતી.
યાત્રાધામ દ્વારકામાં ભગવાન વિષ્ણુના સ્વરૂપ શ્રીકૃષ્ણની કર્મભૂમિમાં તેમના જ સ્વરૂપ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ દર વર્ષની જેમ ધાર્મિક પરંપરાનુસાર ઉજવવામાં આવ્યો હતો.
દ્વારકાધીશના ત્રૈલોક્યસુંદર મંદિરમાં રામલલ્લાના જન્મોત્સવને વધાવવા સવારે ૧૦-૩૦ કલાકે દર્શન બંધ કરાયા બાદ ધામક ષોડશોપચાર વિધિથી મંત્રોચ્ચાર અને અભિષેક પૂજન સાથે કાળિયા ઠાકોરને શંખ, ચક્ર, ગદા, પદ્મ સાથે ભગવાન શ્રીરામની જેમ ધનુષ્યબાણ તેમજ સિલ્કના પિતામ્બર અને કિરીટ મુગુટ ધારણ કરાવી શ્રીરામના જન્મ સમયે દ્વારકાધીશની વિશિષ્ટ ઉત્સવ આરતી કરવામાં આવી હતી.
રામલલ્લાના જન્મ બાદ પૂજારી પરિવાર નિજમંદિરમાં હર્ષોલ્લાસ સાથે નાચી જન્મોત્સવને વધાવ્યો હતો. જગતમંદિરમાં રામ જન્મોત્સવ નિમિત્તે ભાવિકોમાં પંજરી સહિત પ્રસાદનું વિતરણ કરાયું હતું. જગતમંદિરમાં બપોરે ૧-૩૦ કલાકે રામજન્મ નિમિત્તે દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial