Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં આવતીકાલથી પાંચ દિવસીય શ્રી કોટી ગાયત્રી યજ્ઞઃ મુખ્ય યજમાનપદે દ્વારકાધીશજી

ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્ત દ્વારા

દ્વારકા તા. ૧૮: દ્વારકામાં ગુ.બ્રા. જ્ઞાતિ પ૦પ સમસ્ત દ્વારા આવતીકાલથી પાંચ દિવસીય શ્રી કોટી ગાયત્રી મહાયજ્ઞ યોજાશે.

યાત્રાધામ દ્વારકામાં તા. ૧૯-૪-ર૦ર૪ ને શુક્રવારથી તા. ર૩ સુધી દ્વારકાધીશજીના મુખ્ય યજમાનપદે સમસ્ત જ્ઞાતિ કલ્યાણાર્થે શ્રી કોટી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન જ્ઞાતિની વ્યવસ્થાપક સમિતિ તથા મધ્યસ્થ સભા દ્વારા કરાયું છે. જેમાં આજે તા. ૧૮ મસએ ગુરુવારે દ્વારકેશ સ્કૂલના યજ્ઞ મંડપમાં સવારે ૬ થી ૮ કલાક સુધી કોટી ગાયત્રી યજ્ઞ અંગભૂત તથા ગાયત્રી માતાજીના સ્વરૂપની ચલ પ્રતિષ્ઠા કર્મ પ્રારંભ, પ્રતિષ્ઠા પૂજન-અરણી મંથન દ્વારા અગ્નિ પ્રાગટ્ય વિધિ યોજાશે. બ્રહ્મપુરી નં. ૧ માં સવારે ૧૦ થી ૧ર સુધી યજ્ઞમાં બેસનારા યજમાનો તથા જપાનુષ્ઠાનમાં બેસનારા બ્રાહ્મણોની દેહશુદ્ધિ-પ્રાયશ્ચિત કરાશે. સાંજે પ વાગ્યે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરથી યાત્રિક નિવાસ સુધી જલજાત્રા-વરુણપૂજા-ગાયત્રી માતાજીના સ્વરૂપની શોભાયાત્રા નીકળશે.

તા. ર૦ થી ર૩ સુધી દશાંશ હોમ સવારે ૧૦ થી ૧ર-૩૦ સુધી તેમજ બપોરે ૩ થી ૭ સુધી યોજાશે. આ ઉપરાંત તા. ૧૯ થી ર૩ સુધી યજ્ઞમંડપમાં દરરોજ સાંજે ૭-૩૦ કલાકે મહાઆરતી તથા દરરોજ બપોરે ફલાહાર તેમજ સાંજે ભોજન પ્રસાદીની વ્યવસ્થા યજ્ઞમંડપમાં કરવામાં આવી છે.

મહાયજ્ઞમાં જ્ઞાતિના અટક અનુસાર વિવિધ યજમાનો તેમજ અન્ય યજમાનોને આચાર્ય ઘનશ્યામ કે. પુરોહિત, વત્સલ એ. પુરોહિત તથા દિનેશ પી. ત્રિવેદી દ્વારા જ્ઞાતિના ઈ.પ્રમુખ, મંત્રી, સહમંત્રી, કારોબારી સભ્યો તેમજ મધ્યસ્થ સભાના સભાસદો તેમજ જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં જપાનુષ્ઠાન કરાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં તા. રર મીએ જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી વિશેષ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવશે. તેમજ યજ્ઞ દરમિયાન ગાયત્રી આશ્રમ ગધેથડના પૂ. લાલબાપુ, દયાબામ બાપુ આશ્રમના પૂ. મહંત બાપુ, સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી માધવસ્વરૂપદાસજી, સ્વામિનારાયણ આશ્રમના ગોવિંદપ્રસાદજી, દેવસ્થાન સમિતિ, તેમજ રાજકીય અગ્રણીઓ કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ, લોકસભાના જામનગર સીટના ઉમેદવાર પૂનમબેન માડમ માડમ, સાંસદ પબુભા માણેક, મૌલેશભાઈ ઉકાણી (ગોંડલ) સહિતના અગ્રણીઓ ઉપસ્થિતિ આપશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh