Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાનું જગતમંદિર હાઈ એલર્ટ પરઃ નગરમાં સઘન સુરક્ષા ગોઠવાઈ

બોમ્બસ્ક્વોડ તૈનાતઃ વાહનોનું કડક ચેકીંગઃ પ્રવેશદ્વાર પર બોડીસ્કેનર્સ મેટલ ડિટેક્ટર ગોઠવાયાઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. રપઃ પહલગામમાં આતંકી હુમલાના ૫ગલે દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે. જગતમંદિર અને તંત્ર હાઈ એલર્ટ પર મૂકાયા છે.

કાશ્મીરમાં પહલગામ આતંકી હુમલાએ સમગ્ર દેશમાં ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે, ત્યારે આ આતંકવાદી હુમલાના પડઘા દૂર પ્રદેશો સુધી મહેસુસ થયા હોય તેમ ગુજરાતમાં આવેલ ચાર ધામો પૈકીનું એક ધામ એવા યાત્રાધામ દ્વારકામાં પણ જગતમંદિર સહિત મહત્ત્વના સ્થળો પર સુરક્ષા વધારવાનો નિર્ણય લેવાયો છે. જેની તત્કાલ અમલવારી શરૂ કરાઈ છે.

દ્વારકાધીશ જગતમંદિરમાં બારેમાસ યાત્રાળુઓની ભારે ભીડ રહેતી હોય, હાઈ એલર્ટમાં મૂકાયું છે અને સ્થાનિય પોલીસ, બોમ્બ સ્ક્વોડ તથા ઈન્ટેલીજન્સ એજન્સીઓની સહભાગિતાથી સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ રહી છે. જગતમંદિર આસપાસના વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ રહી છે અને દરેક પ્રવેશદ્વાર પર મેટલ ડિટેક્ટર બોડી સ્કેનર્સ ગોઠવવામાં આવ્યા છે.

દરેક શ્રદ્ધાળુઓની ઓળખપત્ર અને સામાનની ચકાસણી પછી જ પ્રવેશ આપવાની મજબૂત ચેકીંગ પ્રક્રિયા અમલમાં આવી છે. મંદિર પ્રવેશ દ્વારથી પરિસર સુધી સતત પોલીસ પેટ્રોલીંગ રાખવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ દ્વારા આવા પગલાં યાત્રિકોની સલામતી અને શાંતિ અને ભક્તિનું વાતાવરણ જળવાઈ રહે અને યાત્રિકો સહજતાથી દેવ-દર્શન કરી શકે તે માટે લેવાયા હોવાનું જણાવ્યું છે.

જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે તથા સ્થાનિક પોલીસ તંત્રએ સમુદ્ર કિનારા ઉપર આવેલા શંકાસ્પદ સ્થળોની ચકાસણી કરવામાં આવી છે. તમે દ્વારકા આવતા યાત્રિકોના વાહનો અને જાહેર સ્થળ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકીંગ શરૂ કરાયું છે. દ્વારકા વિસ્તાર એ સમુદ્ર કિનારે આવેલો હોય, અને શરહદી વિસ્તાર હોય જેથી સુરક્ષાની તમામ એજન્સીઓએ ચૂસ્ત બંદોબસ્ત સાથે પેટ્રોલીંગ પણ શરૂ કર્યું છે અને તંત્ર દ્વારા કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો જાણ કરવા પણ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh