Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ મંદિરોમાં મોટી સંખ્યામાં ભકતોની ભીડઃ
ખંભાળિયા તા. ૨૫: ખંભાળિયા શહેર તથા ગ્રામ્ય પંથકમાં અતિ પ્રાચીન તથા હનુમાનજીના મંદિરોમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તથા અનેક મંદિરોમાં બટુક ભોજન-વિશેષ શણગાર કાર્યક્રમો યોજાયા હતા.
ખંભાળિયામાં દ્વારકા હાઈવે પર ફુલેલીયા હનુમાનની જગ્યામાં હનુમાન યાગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સવારના નવ વાગ્યાથી યજ્ઞ શરૂ થયો હતો. બપોરે બે વાગ્યે યજ્ઞની પૂર્ણાહુતિ, બીડું હોમવાના કાર્યમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા તથા મંદિરના મહંત ભાસ્કરાનંદજી તથા ટ્રસ્ટીઓ ભીખુભા જેઠવા દ્વારા ભકતોનું સન્માન પણ થયું હતું. ખંભાળિયામાં જોધપુર ગેઈટ પાસે રોકડીયા હનુમાન મંદિરે પણ વિશેષ શણગારના દર્શન યોજાતા ત્યાં પણ ભાવિકો ઉમટયા હતાં. ખંભાળિયા શહેરમાં અનેક પ્રસિદ્ધ મંદિરો ખામનાથના બાલા હનુમાન, ખામનાથમાં મોજીલા હનુમાન, સલાયા ફાટક પાસે રંગીલા હનુમાન, વાછડાવાવ પાસે હઠીલા હનુમાન, મહાદેવ વાડામાં પ્રસિદ્ધ પ્રાચીન હનુમાનજી મંદિરો, રામ સંકીર્તન મંદિર, શરણેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ, જીણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ, પીપળીયામાં મોજીલા હનુમાન તથા ગ્રામ્યના અનેક સ્થળે બટુક ભોજનના કાર્યક્રમો પણ યોજાયા હતા તથા ભાવિકો હનુમાન ચાલીસા, સુંદર કાંડના પાઠ માટે પણ ઉમટયા હતાં. ખંભાળિયામાં દ્વારકા હાઈવે પાસે પ્રાચીન ફુલેલીયા હનુમાન મંદિરે ટ્રસ્ટી મંડળ તથા દાતાઓના સહયોગથી શણગાર, પૂજન આરતી પ્રસાદમાં ૧૨ હજારથી વધુ ભાવિકો જોડાયા હતા. મહંત ભાસ્કરાનંદજી દ્વારા આયોજન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial