Advertisement
Author: નોબત સમાચાર

પગમાંથી સાડાચાર કિલોગ્રામની કેન્સરની જટિલ ગાંઠ કાઢીને ભેંસને આપ્યુ નવજીવન

પીઠડમાં પશુ ડોકટરોની પ્રશંસનિય સફળતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જોડીયા તાલુકાના પીઠડ ગામે પશુ ડોકટરોએ ભેંસના પગમાં રહેલ ૪.૫ કિગ્રાની કેન્સરની જટીલ ગાંઠ દૂર કરી ભેંસને નવજીવન આપ્યું હતું.

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામે એક હ્ય્દયસ્પર્શી ઘટના બની. એક પશુપાલકની ભેંસના પગના ભાગે આશરે ૪.૫ કિલોગ્રામની કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું, જેણે આ ભેંસના જીવન સામે મોટો ખતરો ઉભો કર્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ૧૯૬૨ની પીઠડ લોકેશનની અનુભવી ટીમ તાત્કાલિક મદદે દોડી આવી હતી. ડો.લલીત ભાલોડીયા, જામનગર જિલ્લા પ્રોગ્રામ મેનેજર ડો.સોહેબ ખાન અને પાયલોટ કમ ડ્રેસર નીરવ ભાભોરે ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક ભેંસનું ઓપરેશન હાથ ધર્યું અને પગમાં રહેલ ૪.૫ કિ.ગ્રા.ની કેન્સરની જટિલ ગાંઠ દૂર કરી સર્જરી સફળતાપૂર્વક પાર પાડી.

ડો.લલીત ભાલોડીયાનો વર્ષોનો અનુભવ, ડો.સોહેબ ખાનની કુશળ આગેવાની અને નીરવ ભાભોરના સહકારથી આ મુશ્કેલ ઓપરેશન શક્ય બન્યું. ટીમે અત્યંત સાવધાની અને કુશળતાથી ગાંઠને દૂર કરી, જે ઘટના ભેંસ માટે જીવનદાન સમાન સાબિત થઈ. ટીમે માત્ર ઓપરેશન જ સફળતાપૂર્વક પાર પાડ્યું એટલું જ નહીં, પરંતુ ત્યારબાદ ભેંસના સ્વાસ્થ્યનું સતત ફોલોઅપ પણ કર્યું. તેમની નિષ્ઠા અને કાળજીના પરિણામે આજે આ ભેંસ સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહી છે.

જામનગર જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સુફિયન વરમે આ માનવીય કાર્યને બિરદાવતા કહૃાું, *આપણી ટીમના ડોક્ટરો અને સહાયક સ્ટાફે જે રીતે આ જટિલ સર્જરીને સફળ બનાવી અને મૂંગા પશુને મોતના મુખમાંથી ઉગાર્યું છે, તે ખરેખર પ્રશંસનીય છે. તેમની આ કામગીરી અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી બનશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh