Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસકર્મી, જીઆરડી જવાનની પણ સંડોવણી?
જામનગર તા.૨૫ : દ્વારકા જિલ્લામાં વસવાટ કરતા એક યુવાનને થોડા સમય પહેલાં હનીટ્રેપમાં ફસાવાયા પછી એક પોલીસકર્મી, જીઆરડી જવાન તથા એક દંપતીએ રૂ.૧ કરોડ ૨૦ લાખ પડાવી લીધાની ફરિયાદ થતાં ચકચાર જાગી છે. ઓખા પોલીસે એક દંપતીની અટકાયત કરી હોવાનું અને સાંજ સુધીમાં એસપી આ બનાવ પરથી પરદો ઉંચકી લેશે તેમ જાણવા મળી રહ્યું છે. આ પ્રકરણમાં જામનગરના એક પોલીસ જવાનની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસવાટ કરતા એક વ્યક્તિને થોડા સમય પહેલાં સંપર્કમાં આવેલા મહિલાએ પોતાના સાગરિતોની મદદથી વિષચક્ર માં ફસાવી લઈ રૂ.૧ કરોડથી વધુની રકમ પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ થયા પછી ખળભળાટ મચ્યો છે.
આ બાબતની તપાસ માટે દ્વારકાના જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયે આપેલી સૂચનાના પગલે ઓખાના પીએસઆઈ આર.આર. જરૂ તથા સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેમાં એક દંપતીની અટકાયત કરી લેવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ કૃત્યમાં જામનગરના પોલીસ વિભાગમાં નોકરી કરતા એક પોલીસ જવાનની પણ સંડોવણી હોવાનું બહાર આવતા ચકચાર જાગી છે. અંદાજે રૂ.૧ કરોડ ૨૦ લાખ હનીટ્રેપમાં પડાવી લેવામાં આવ્યા છે.
ખાનગી રાહે શરૂ થયેલી પોલીસ તપાસ દરમિયાન જામનગરના પોલીસ હેડ કવાર્ટરમાં નોકરી કરતા આ પોલીસ કર્મચારીને દબોચી લેવા તજવીજ કરાઈ હતી પરંતુ પોલીસ ફરિયાદ થઈ હોવાની ગંધ આવી જતાં આ જવાન ગઈકાલે પોતાની મોટરમાં નાસી છૂટ્યો છે તેણે રાત્રે આઠેક વાગ્યે ઉપલેટા નજીકના ટોલનાકા પરથી પોતાની મોટર પાસ કરાવી હોવાનું પણ જે તે ટોલનાકાના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે ત્યારે આ પોલીસ કર્મચારીના પણ સગડ દબાવાઈ રહ્યા છે.
આ કૌભાંડમાં જીઆરડી (ગ્રામ રક્ષકદળ)નો એક જવાન પણ સામેલ હોવાનું બિનઆધારભૂત સૂત્રોએ જણાવ્યું છે ત્યારે આજ સાંજ સુધીમાં હનીટ્રેપના આ પ્રકરણનો પોલીસ દ્વારા વિધિવત ખુલાસો કરાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial