Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હીના તત્કાલિન એલ.જી.એ ૨૩ વર્ષ પહેલા કરેલા
નવી દિલ્હી તા. રપઃ દિલ્હી પોલીસે સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ કરી છે. ર૩ વર્ષ અગાઉ ઉપરાજ્ય૫ાલે માનહાનિનો કેસ કર્યો હતો, તેના અનુસંધાને આ ધરપકડ થઈ હોવાનું જાણવા મળે છે.
દિલ્હી પોલીસે નર્મદા બચાવો આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર મેધા પાટકરની માનહાનિના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના તત્કાલિન એલજી વિનય સક્સેનાએ વર્ષ ર૦૦૧ માં મેધા પાટકર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમને આજે (રપ મી એપ્રિલ) સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સામાજિક કાર્યકર મેધા પાટકરના વકીલે દિલ્હી હાઈકોર્ટમાંથી તેમની અરજી પાછી ખેંચી લીધી છે. કોર્ટ દ્વારા જાહેર કરાયેલા બિનજામીનપાત્ર વોરંટના આધારે દિલ્હી પોલીસે મંગળવારે મોડી રાત્રે મેધા પાટકરની નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર દિલ્હી હાઈકોર્ટે મેધા પાટકરના વકીલને નવી અરજી દાખલ કરવાની મંજુરી આપી છે. દિલ્હી હાઈકોર્ટ આજે જ મેધા પાટકરની નવી અરજી પર સુનાવણી કરશે. સાકેત કોર્ટે પ્રોબેશન બોન્ડ રજૂ કરવા અને ૧ લાખ રૂપિયાનો દંડ ભરવાના આદેશનું ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કરવા બદલ મેધા પાટકર વિરૂદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. ઉલ્લેખનિય છે કે મેધા પાટકર અને વી.કે. સક્સેના બન્ને ર૦૦૦ થી કાનૂની લડાઈ લડી રહ્યા છે, જ્યારે મેધા પાટકરે વીકે સક્સેના વિરૂદ્ધ તેમના અને નર્મદા બચાવો આંદોલન વિરૂદ્ધ જાહેરાત પ્રકાશિત કરવા બદલ કેસ દાખલ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial