Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોરીનો બનાવ સીસીટીવી કેમેરામાં કંડારાયોઃ
જામનગર તા.રપ : ખંભાળીયાના બેહ ગામમાં આવેલા એક મંદિરમાં સોમવારની રાત્રે કોઈ શખ્સે ત્રણેક વાગ્યે પ્રવેશ કરીને ત્યાં રાખવામાં આવેલી પક્ષીઓના ચણની દાનપેટીમાંથી રૂ. ત્રણેક હજાર રોકડા ઉઠાવ્યા છે. ચોરીનો આ બનાવ સીસી ટીવી કેમેરામાં કંડારાયો છે.
ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં આવેલા જુંગીવારા વાછરા ડાડાના મંદિરમાં સોમવારની રાત્રે ત્રણેક વાગ્યે એક અજાણ્યો શખ્સ ચોરીના ઈરાદાથી પ્રવેશ્યો હતો.
આ શખ્સે ત્યાં મુકવામાં આવેલી પક્ષીઓના ચણ માટેની દાનની પેટીમાંથી રૂ.૨ હજારથી ૩ હજાર જેટલી રકમની ચોરી કરી લીધી હતી. ચોરીનો આ બનાવ મંદિરમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગયો છે. આ શખ્સે પોતાના ચહેરા પર કપડુ ઢાંકી રાખ્યું હોય તેનો ચહેરો દેખાતો નથી પરંતુ તેણે કરેલી તમામ હિલચાલ સીસીટીવી ફૂટેજમાં જોવા મળી છે.
ચોરીના આ બનાવની બેહ ગામના પ્રવીણભાઈ મોમૈયા ભાઈ ગઢવીએ ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બીએનએસની કલમ ૩૦૩ (ર) હેઠળ ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial