Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાવરકર મુદ્દે માનહાનિના કેસ સંદર્ભે એક સુનાવણી દરમિયાન
નવી દિલ્હી તા. રપઃ વિનાયક દામોદર સાવરકર વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અલ્હાબાદ હાઈકોર્ટ વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. આ ટિપ્પણી કેસમાં સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવી છે.
વિનાયક દામોદર સાવરકરને લઈને રાહુલ ગાંધીની ટિપ્પણીને 'બેજવાબદાર' ગણાવીને સાવરકર વિરૂદ્ધ કથિત ટિપ્પણી બદલ સુપ્રિમ કોર્ટે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને જારી કરાયેલા સમન્સને રદ્ કરવાનો ઈનકાર કરતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો.
આ મામલે સુપ્રિમ કોર્ટે કહ્યું કે, 'તેમણે આપણને આઝાદી અપાવી અને તમે તેમની સાથે આવો વ્યવહાર કરી રહ્યા છો.' ન્યાયાધીશ દીપાંકર દત્તા અને મનમોહનની બેન્ચે કોંગ્રેસના નેતાને ચેતવણી આપી હતી કે તેઓ સાવરકર વિરૂદ્ધ વધુ કોઈ અપમાનજનક ટિપ્પણી ના કરે, અને કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં તેમની પૂજા થાય છે. મહાત્મા ગાંધી પોતે સાવરકરનું સન્માન કરતા હતાં, જ્યારે તેમના દાદી ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં ત્યારે સાવરકરને તેમની પ્રશંસા કરતો પત્ર લખ્યો હતો.'
સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને ચેતવણી આપતા કહ્યું કે તમે સ્વતંત્રતા સેનાનીઓના ઈતિહાસને સમજ્યા વિના આવું નિવેદન આપી શકતા નથી. જો તમે આવી ટિપ્પણીઓ કરવાનું ચાલુ રાખશો તો તેને પરિણામ ભોગવવા પડશે.
લખનૌ સ્થિત વકીલ નુપેન્દ્ર પાંડેએ રાહુલ ગાંધી વિરૂદ્ધ આઈપીસી ની કલમ ૧પ૩(એ) અને પ૦પ હેઠળ કેસ દાખલ કર્યો હતો કે ૧૭ ડિસેમ્બર ર૦રર ના મહારાષ્ટ્રના અકોલામાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ વીર સાવરકરને અંગ્રેજોના નોકર અને પેન્શનર કહ્યા હતાં. પત્રકાર પરિષદમાં પત્રકારોને પહેલા તૈયાર કરેલી પત્રિકાઓ પણ આપવામાં આવી હતી. આ દર્શાવે છે કે રાહુલ ગાંધીએ સમાજમાં નફરત ફેલાવવાના ઈરાદાથી સંપૂર્ણ તૈયારી સાથે તે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial