Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખુંટીયો આડો ઉતરતા બાઈકચાલકનો ભોગ લેવાયોઃ મોટરની ઠોકરે દંપતી ઘવાયું:
જામનગર તા.૨૫ : ખંભાળીયા-ભાણવડ ધોરીમાર્ગ પર આજે સવારે બાઈક પર જતા સાળા-બનેવીના ટ્રક સાથે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ નિપજયા છે. જ્યારે બુધવારે રાત્રે કલ્યાણપુરના નંદાણા ગામ ના દંપતીના બાઈક સાથે મોટર ટકરાઈ પડતા દંપતીનું મૃત્યુ નિપજયું છે. દસેક દિવસ પહેલા ઠેબા બાયપાસ પાસે સ્કૂટરને મોટરે ઠોકર મારતા એક વૃદ્ધ દંપતીને ઈજા થઈ છે. જામજોધપુરના સમાણા રોડ પર ગઈકાલે રાત્રે બાઈક આડે ખુંટીયો ઉતરતા એક યુવાને જિંદગી ગુમાવી છે.
ખંભાળિયાથી ભાણવડ વચ્ચેના રોડ પર આજે સવારે નવેક વાગ્યે સર્જાયેલા આ અકસ્માતની વધુ વિગત મુજબ ખંભાળિયા તાલુકાના નવા તથીયા ગામના દીવાભાઈ સવાભાઈ કરમુર (ઉ.વ.૪૦) નામના સાળા-બનેવી બાઈક પર જતા હતા ત્યારે ટ્રક ટકરાઈ પડ્યો હતો.
ટ્રક હેઠળ ચગદાઈ જતાં બંને યુવાનના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા. સ્થળ પર ટોળુ એકઠું થઈ ગયું હતું. કોઈએ પોલીસ તથા ૧૦૮ને જાણ કરતા બંને દોડી આવ્યા હતા. બનાવના સ્થળે ટ્રક પરથી વીજવાયર પસાર થતાં હોવાના કારણે આ વિસ્તારનો વીજ પુરવઠો રોકાવી ટ્રક તથા તેની નીચેથી બાઈકને કાઢવાની જહેમત શરૂ કરાઈ હતી. જેમાં ક્રેઈન તથા જેસીબીની મદદ લેવામાં આવી હતી. આ બનાવે નવા તથીયા તથા આંબરડી ગામમાં શોકની લાગણી પ્રસરાવી છે.
જામજોધપુર શહેરના વિજયનગર-રમાં રહેતા આનંદ ભાઈ મનસુખભાઈ સંતોકી નામના સાડત્રીસ વર્ષના પટેલ યુવાન ગઈકાલે રાત્રે સમાણાથી જામજોધપુર આવવા માટે બાઈક પર નીકળ્યા હતા.
તેઓ જ્યારે ઈગલના કારખાનાથી આગળ ગોળાઈમાં પહોંચ્યા ત્યારે અચાનક જ એક ખુંટીયો આડો ઉતરતા તેની સાથે આનંદભાઈનું બાઈક ટકરાઈ પડ્યંુ હતું. આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા આનંદભાઈને સારવાર માટે જામજોધપુર દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ ચિરાગ ભાઈ સંતોકીએ પોલીસને જાણ કરી છે.
જામનગરના ઠેબા બાયપાસથી લાલપુર બાયપાસ વચ્ચે મોરકંડા રોડ પર સનસિટી ૧ પાસે વસવાટ કરતા પરમાર ભવાનભાઈ જેરામભાઈ નામના ૬૨ વર્ષના સતવારા વૃદ્ધ પત્ની હીરૂબેન સાથે ગઈ તા.૧૩ની રાત્રે જીજે-૧૦-સીકે ૨૬૫૯ નંબરના એક્ટિવામાં પુત્રી હંસાબેનને ત્યાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ભાગ લેવા માટે જતા હતા ત્યારે જીજે-૩૬-એએલ ૬૩૯૭ નંબરની ક્રેટા મોટર સ્કૂટર સાથે અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં ભવાનભાઈ તથા હીરૂબેનને ઈજા થઈ છે. તેમના પુત્ર પ્રકાશ પરમારે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના વિજયભાઈ નારણભાઈ આંબલીયા તથા તેમના પત્ની હેતલબેન બુધવારે રાત્રે સાડા આઠેક વાગ્યે નારણપુર પાટીયા નજીકથી બાઈક પર પસાર થતા હતા ત્યારે જીજે-૧૦-બીઆર ૪૧૫૬ નંબરની મોટર તેમના બાઈક સાથે ટકરાઈ પડતા ફંગોળાઈ ગયેલા વિજયભાઈ તથા હેતલબેનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. અકસ્માતમાં દંપતીએ એકસાથે અનંતની વાટ પકડતા નંદાણા ગામમાં અરેરાટી પ્રસરી ગઈ છે. જગદીશભાઈ વેજાણંદભાઈ આંબલીયાએ કલ્યાણપુર પોલીસ મથકમાં મોટરચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયા-દ્વારકા માર્ગ પર સલાયા તરફ જવાના રસ્તા પર ગઈકાલે સાંજે સલાયાથી જુનાગઢ જતી એસટીની એક બસ ઈનોવા કાર સાથે ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં મોટરચાલકને સામાન્ય ઈજા થવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial