Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દારૂના સપ્લાયર મોરબી જિલ્લાના શખ્સનું નામ ખૂલ્યું:
જામનગર તા.૨૫ : ધ્રોલમાં સીમ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં એલસીબી એ દરોડો પાડી ઈંગ્લીશ દારૂની ૫૬ બોટલ કબજે કરી છે. સ્થળ પરથી સરપંચ પુત્ર સહિત બે આરોપીની અટકાય કરાઈ છે. આ શખ્સોએ દારૂની સપ્લાય કરનાર મોરબી જિલ્લાના એક શખ્સનું નામ આપ્યંુ છે.
ધ્રોલ પંથકમાં એક શખ્સે ખેતરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતાર્યાે છે તેવી બાતમી એલસીબીના મયુરસિંહ, હિતેન્દ્રસિંહ, સુમિત શિયારને મળતા ગઈકાલે પીઆઈ વી. એમ. લગારીયાની સુચનાથી એલસીબી સ્ટાફે ધ્રોલ માર્કેટ યાર્ડ પાછળ ખંભાલીડા ગામ તરફ જવાના જૂના રસ્તા પર જયેશ પોપટભાઈ પરમાર નામના શખ્સના ખેતરમાં દરોડો પાડયો હતો.
ધ્રોલના જોડિયા નાકા પાસે રહેતા આ શખ્સના ખેતર માંથી ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની ૫૬ બોટલ મળી આવી હતી. તે જથ્થા સાથે જયેશ પરમાર તેમજ તેના સાગરિત ધ્રોલની ભરવાડ શેરીમાં રહેતા રૂખાભાઈ માયાભાઈ ઝુંઝા ઉર્ફે રવિ ભરવાડ નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સોએ દારૂ મોકલાવનાર મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસર ગામના ભરત ગમારાનું નામ આપ્યું છે. ત્રણેય સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવતા પોલીસે સરપંચ પુત્ર સહિત ત્રણેય સામે ગુન્હો નોંધી દારૂનો જથ્થો તથા એક મોબાઈલ મળી કુલ રૂ.૩૦૬૨૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
ધ્રોલમાં માર્કેટીંગ યાર્ડ પાછળ કાચા રસ્તા પરથી પોલીસે પરેશ લખમણભાઈ પરમાર નામના શખ્સને દારૂની બોટલ સાથે દબોચી લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial