Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક જ દિવસમાં માતા-પુત્રના નિધનથી પ્રસર્યાે શોકઃ
જામનગર તા. ૧૯: જામનગરના પવનચક્કી વિસ્તારમાં વસવાટ કરતા એક ભાનુશાળી યુવાનનું ગઈકાલે હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યા પછી તેમની અંતિમ વિધિ માટે પરિવાર સ્મશાન પહોંચ્યો હતો. તે દરમિયાન આ યુવાનના માતા પણ પુત્રની વિદાયના શોકમાં હૃદયરોગનો હુમલો આવી જતાં અનંતની વાટે નીકળ્યા છે. એક જ દિવસમાં માતા તથા પુત્રના હૃદયરોગના હુમલાથી નિધન થતાં શહેરમાં શોક પ્રસર્યાે છે.
આ ઘટનાની વધુ વિગત મુજબ જામનગરના પવનચક્કી વિસ્તારમાં આવેલા હિંગળાજ ચોકમાં વસવાટ કરતા સાવનભાઈ વસંતભાઈ કનખરા (ઉ.વ.૪પ) નામના યુવાનને બેએક મહિના પહેલાં બ્રેઈન સ્ટોક તથા પેરાલિસીસનો હુમલો આવ્યો હતો. તેની કરાવવામાં આવેલી સારવાર પછી ગઈકાલે જી.જી. હોસ્પિટલમાં સાવનભાઈને રૂટીન ચેકઅપ માટે લઈ જવાયા હતા. જ્યાં દાખલ કરાયા પછી આ યુવાનને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ યુવાનની ગઈકાલે બપોરે અંતિમયાત્રા નીકળી હતી. તે પછી સાંજે તેમના વયોવૃદ્ધ માતા ભાનુબેનને પણ હૃદયરોગનો હુમલો આવી જતાં પુત્રની પાછળ માતાએ પણ અનંતની વાટ પકડતા અરેરાટી પ્રસરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial