Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર તથા ખંભાળિયામાં ચેકીંગમાં ઝડપાઈ ત્રેવીસ લાખની વીજચોરી

ત્રણ સપ્તાહના વિરામ પછી ફરીથી ચેકીંગનો ધમધમાટઃ

જામનગર તા. ૧૯: જામનગર શહેર તથા જિલ્લામાં ત્રણ સપ્તાહના વિરામ પછી ગઈકાલથી વધુ એક વખત વીજ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે જામનગર શહેર તથા ખંભાળિયા પંથકમાંથી રૂ.૨૩ લાખ ૯પ હજારની વીજચોરી મળી છે.

જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા ત્રણ સપ્તાહના વિરામ પછી ગઈકાલે ફરીથી વીજચોરી પકડી પાડવા માટે ચેકીંગનો દૌર શરૂ કરવામાં આવ્યો છે.

ગઈકાલે સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળની ૩૪ ટૂકડીએ જામનગર શહેરના ધરારનગર, બેડેશ્વર, નિલકમલ સોસાયટી, હનુમાન ટેકરી, વામ્બે આવાસ તેમજ વાલસુરા રોડ અને ગાંધીનગર વિસ્તારમાં વીજ ચેકીંગ કરવા ઉપરાંત ખંભાળિયા શહેર અને ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં ચકાસણી કરી હતી.

આ ટૂકડીઓએ દિવસ દરમિયાન ૩૪૧ વીજજોડાણો ચકાસ્યા હતા. તેમાંથી પ૩ જોડાણમાં ગેરરીતિ જોવા મળતા તેના ધારકોને રૂ.૨૩ લાખ ૯પ હજારના વીજબીલ આપ્યા છે. આ ટૂકડીઓ સાથે સ્થાનિક પોલીસના ૧૦ જવાન અને ૧૦ એક્સ આર્મીમેન બંદોબસ્તમાં રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh