Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અરજી ખર્ચ પણ ચૂકવવા હુકમઃ
જામનગર તા. ૧૯: જામનગરના એક આસામીએ મેડિક્લેઈમ લીધા પછી સારવાર ખર્ચ ચૂકવવાનો વીમા કંપનીએ ઈન્કાર કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યાે છે.
જામનગરના ભરતભાઈ રણછોડભાઈ કમાણીએ કેર હેલ્થ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી મેડિક્લેઈમ મેળવ્યો હતો. તે પછી ભરતભાઈને સારવાર લેવી પડતા તેઓએ થયેલા ખર્ચનો વીમા કંપની પાસે ક્લેઈમ રજૂ કર્યાે હતો. તે ક્લેઈમ નકારી કાઢવામાં આવતા ભરતભાઈએ જિલ્લા ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરી હતી.
તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ.૩,૯૩,૭૫૬ની ક્લેઈમની રકમ વ્યાજ સાથે તથા ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસ બદલ રૂ.૧૦ હજાર અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ મયુર કટારમલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial