Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મનપા દ્વારા યોજાઈ યોગ શિબિરઃ મોટાભાગના મહાનુભાવો ગાયબ રહેતા ફિયાસ્કો

ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનને સાંકળીને ઉજવાઈ રહેલા સ્વચ્છતા પખવાડિયાની અવગણના?: નિદ્રાધિન સેવકોએ કાર્યક્રમની ગરિમા ન જાળવી

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગરપાલિકાના માત્ર એકાદ પદાધિકારી, અધિકારી ઉપસ્થિત રહ્યા હતાં. આમ મોટા ઉપાડે કરાયેલા આયોજનમાં આયોજકો જ ઉપસ્થિત રહ્યા ન હતાં જે ચર્ચાનો વિષય બન્યો છે. આમ કાર્યક્રમને મનપાના જ પદાધિકારીઓએ નિષ્ફળ બનાવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૧૭ સપ્ટેમ્બરથી ર ઓક્ટોબર સુધી 'સ્વચ્છતા હી સેવા' પખવાડિયાના કાર્યક્રમ અન્વયે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજ તા. ૧૯ અને ગુરુવારે સવારે ૭-૩૦ કલાકે એમ્યુઝમેન્ટ પાર્કમાં મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સાંસદ, ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા અને દંડક, શિક્ષણ સમિતિના ચેરમેન, કમિશનર, વિપક્ષના નેતા વગેરે ઉપસ્થિત રહેશે તે મુજબનું નિમંત્રણ કાર્ડ મહાનગર પાલિકાએ તૈયાર કર્યું હતું, પરંતુ આજે સવારે યોગ શિબિરમાં માત્ર સ્ટે. કમિટીના ચેરમેન તથા નાયબ કમિશનર બે જ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આમ અનેક આયોજનો માત્ર કાગળ ઉપર જ થાય છે. તેનો પુરાવો ખુદ મહાનગર પાલિકાના શાસકોએ પ્રસ્તુત કર્યો છે. આજે યોજાયેલી યોગ શિબિરમાં સાંસદ, ધારાસભ્ય, કાર્યક્રમના અધ્યક્ષ એવા ખુદ મેયર, ઉપરાંત ડેપ્યુટી મેયર, નેતા, દંડક, શિક્ષણ સમિતિના ચેરમેન વગેરે તમામ ગેરહાજર રહ્યા હતાં, જો કે અમુક મહાનુભાવો રાજધાની કે પ્રવાસમાં બહારગામ હોય શકે છે. બાકી બધા જ પોતાના ઘરે ઘોર નિદ્રામાં હતાં અને સરકારના આયોજનની ગરિમા જાળવી નહોતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh