Advertisement
Author: નોબત સમાચાર

વ્હોરાના હજીરામાં આવેલી દરગાહમાં દાનપેટીમાંથી રૂ.પોણા બે લાખ ચોરાયા

શનિવારની રાત્રે ત્રાટકેલા તસ્કરે તાળું તોેડ્યું:

જામનગર તા. ૧૯: જામનગરના નાગેશ્વર વિસ્તાર સ્થિત આવેલા વ્હોરાના હજીરા અંદરની દરગાહમાં શનિવારની રાત્રિથી રવિવારની સવાર સુધીમાં કોઈ શખ્સે દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યા પછી અંદર પડેલી દાનપેટીમાંથી રૂ.૧ લાખ ૭પ હજાર જેટલી રોકડ ઉઠાવી લીધી છે. દરગાહમાં મુંજાવર તરીકે સેવા આપતા વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી કેમેરાના કેટલાક ફૂટેજ ચકાસી શકમંદોના સગડ દબાવ્યા છે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા વ્હોરાના હજીરા નજીક આવેલી દરગાહમાં ગયા શનિવારની રાત્રે દસ વાગ્યાથી રવિવારની સવારના પાંચ વાગ્યા સુધીમાં કોઈ તસ્કરે દરગાહના દરવાજામાં લગાવવામાં આવેલા તાળાને તોડી અંદર પ્રવેશ કર્યાે હતો.

આ તસ્કરે દરગાહમાં ઘૂસ્યા પછી અંદર રાખવામાં આવેલી દાનપેટી તોડી નાખી તેમાં પડેલી અંદાજે પોણા બે લાખની રકમ ઉઠાવી લીધી હતી રવિવારે સવારે દરગાહમાં નમાઝ પઢાવતા અદનાન કુરેશભાઈ ખોમોશીને ચોરીની જાણ થઈ હતી.

તેઓએ ગઈકાલે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દરગાહમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા તેમજ આજુબાજુના વિસ્તારના કેમેરાના ફૂટેજ ચકાસી આરોપીના સગડ દબાવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh