Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૯૫૯ કરોડ જેટલી થાપણો, ૩૫૫ કરોડથી વધુ ધિરાણ, ૬૬૨ કરોડ જેટલું ઈન્વેસ્ટમેન્ટ, ર૪ કરોડનો કાર્યકારી નફોઃ અનેરી સિદ્ધિ
જામનગર તા. ૧૯: જામનગરની સહકારી ક્ષેત્રની અગ્રગણ્ય ધી નવાનગર કો.ઓપરેટીવ બેંકની સને ર૦ર૩-ર૦ર૪ ના વર્ષ પૂરૃં થતા બેંકની વાર્ષિક સામાન્યસભા તા. ૧૩-૯-ર૦ર૪, શુક્રવારના કુંવરબાઈ જૈન ધર્મશાળા (ન્યુ જેલ રોડ, પવનચક્કી પાસે) યોજાઈ હતી.
આ સામાન્ય સભાની શરૂઆતમાં બેંકના ચેરમેન પ્રદીપભાઈ વાધરે બોર્ડના સભ્યો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તથા મિટિંગમાં ઉપસ્થિત તાજેતરમાં નિવૃત્ત થયેલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તથા સભાસદોનું સ્વાગત કર્યુ હતું. તે પછી બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન સી.એ. જાન્વી શાહ દ્વારા બેંકની પ્રગતિનો અહેવાલ આપવામાં આવેલ. જેમાં બેંકની વર્ષાંતે રહેલ ૯પ૯.૦૬ કરોડ જેવી ડિપોઝિટ, ૩પપ.ર૭ કરોડ ધિરાણ, ૬૬૧.૯૪ કરોડના રોકાણો તથા ર૪.૦૭ કરોડના કાર્યકારી નફો જેવી બેંકની નાણાકીય સદ્ધરતા અને નફાકારકતાને સહર્ષ વધાવેલ હતી. સીઈઓ શ્રી રશ્મીકાંત પાઢ અને આસિ. જનરલ મેનેજર અજયભાઈ શેઠ દ્વારા વાર્ષિક સામાન્ય સભાની કાર્યવાહી આગળ વધારેલ હતી અને અલગ-અલગ એજન્ડા મુજબ સભાસદોને માહિતી આપીને મંજૂરી મેળવેલ હતી.
બેંકના ચેરમેન પ્રદીપભાઈ વાધર દ્વારા સભાસદોની વાર્ષિક ભેંટ બાબતે સાથે વિચાર-વિમર્શ કરેલ. આ ઉપરાંત પોતાના પ્રાસંગિક પ્રવચનમાં બેંકની હાલની મજબૂત નાણાકીય સ્થિતિ તેમજ પૂર્વ બોર્ડ ઓફ ડાયરેક્ટરર્સે મજબૂત નાણાકીય સ્થિતિ સાથે બેંક સોંપેલ છે. તેમાં ઉત્તરોત્તર વધારો કરવાના સતત પ્રયત્નો ચાલું રાખીશું તેવી ખાતરી આપી હતી.
આ ઉપરાંત બેંકના વાઈસ ચેરમેન ચેતનભાઈ ખટ્ટર દ્વારા સભાસદના પત્રો તેમજ મૌખિક રજૂઆતોના સંતોષકારક ઉત્તરો પાઠવેલ હતાં. ત્યારપછી બેંકના વરિષ્ઠ અને સ્થાપના કાળથી ડાયરેક્ટર તેમજ સમયાંતરે ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર જેવા હોદ્દાઓ પર આસીન રહેલા રમણીકલાલ કે. શાહ દ્વારા પોતાના પ્રાસંગિક પ્રવચનમાં બેંકની સ્થાપનાથી સતત આ ૪૬મી વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેવાનો આનંદ વ્યક્ત કરતાં જણાવેલ કે નવા ડાયરેક્ટર્સ બેંકની ઉત્તરોતર પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહેશે, તેવી આશા વ્યક્ત કરેલ. તેમજ આવતા વર્ષે નફામાં વૃદ્ધિ થાય તેવી શુભેચ્છા પાઠવેલ હતી. સભાસદો દ્વારા પ્રશ્નો માટેના વિભાગ દરમિયાન બેંકના પૂર્વ ડાયરેક્ટર તથા અન્ય સભાસદોએ નવા બોર્ડને અભિનંદન પાઠવ્યા તથા પોતાના સૂચનો રજૂ કર્યા હતાં.
અંતમાં બેંકના ડાયરેક્ટર તુલસીભાઈ ગજેરા દ્વારા પૂર્વ ડાયરેક્ટર, સાથી ડાયરેક્ટર મિત્રો, સભાસદો તથા કર્મચારીગણનો આભાર માનીને મિટિંગની કાર્યવાહી પૂર્ણ જાહેર કરેલ હતી. બેંકના વિવિધ અધિકારી અને કર્મચારીગણે વ્યવસ્થા કરેલી તેમજ બેંકના આસિ. જનરલ મેનેજર અજયભાઈ શેઠે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial