Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વસંત વાટીકા, વાંઝાવાસ તથા ધરારનગરમાંથી ગંજીપાનાનો જુગાર ઝડપાયો

જુગારના છ દરોડામાં દોઢેક લાખના મુદ્દામાલ સાથે નવ મહિલા સહિત અઠ્ઠયાવીસ ઝબ્બેઃ

જામનગર તા. ૧૯: જામનગરના રણજીતસાગર રોડ પર વસંત વાટીકામાં ગઈકાલે પોલીસે દરોડો પાડી પાંચ મહિલા સહિત છને ગંજીપાના વડે જુગાર રમતા પકડી પાડ્યા છે. એક શખ્સ નાસી ગયો છે. ગુલાબ નગરમાંથી બે મહિલા સહિત પાંચ તીનપત્તી રમતા ઝડપાયા છે. ધરારનગર-૧માંથી બે મહિલા અને બે શખ્સ જુગાર રમતા મળી આવ્યા છે. તે ઉપરાંત વાંસજાળીયા, લતીપર તથા તિરૂપતિ સોસાયટીમાંથી પણ પત્તાપ્રેમી પકડાયા છે. કુલ છ દરોડામાં પોલીસે ઓગણીસ શખ્સ અને નવ મહિલાને પકડી લીધા છે. એક નાસી જવામાં સફળ થયો છે. તમામ સ્થળેથી કુલ રૂપિયા દોઢેક લાખનો મુદ્દામાલ કબજે થયો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા વસંત વાટીકાની શેરી નં.૪ના ખૂણા પર ગઈરાત્રે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા મુકેશભાઈ કુંવરજી ગોઠી, કલ્પનાબેન પરેશભાઈ માવાણી, જાગૃતિબેન જાદવજીભાઈ રાઠોડ, મીનાબેન ધર્મેન્દ્રભાઈ મારૂ, રિદ્ધિબેન વિપુલભાઈ ચૌહાણ, પ્રેમીલાબેન વસંતભાઈ ગોરી નામના છ વ્યક્તિ મળી આવ્યા હતા. રમેશભાઈ રવજીભાઈ પરમાર નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રૂ.૪૪૩૦૦ રોકડા કબજે કરી સાતેય સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગુલાબનગર નજીક આવેલા વાંઝાવાસ નજીક જીલાની ચોકમાં ગઈરાત્રે તીનપત્તી રમી રહેલા નદીમ હારૂનભાઈ પટ્ટણી, મોહસીન ખાન અનવરખાન પઠાણ, આસીફ નુરમામદ જુણેજા, રહેમતબેન અયુબ છેર, મંજુબેન મનસુખભાઈ પરમાર નામના પાંચ વ્યક્તિ પોલીસના દરોડામાં રૂ.૧૩,૨૮૦ રોકડા સાથે ઝડપાઈ ગયા હતા.

જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં ગઈકાલે રાત્રે ગંજીપાના કૂટી રહેલા જયસુખભાઈ પ્રેમજીભાઈ લાડાણી, જયેશ મનસુખભાઈ વાછાણી, મહેશભાઈ ચુનીલાલ ધધડા, અમરીશ દેવાભાઈ બથવાર, અશોકભાઈ લખમણભાઈ પરમાર નામના પાંચ શખ્સને પોલીસે રૂ.૭૨,૧૬૦ સાથે પકડી લઈ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ઢીંચડા રોડ પર આવેલી તિરૂપતિ સોસાયટીની શેરી નં.૬ના ખૂણા પર ગઈકાલે તીનપત્તી રમતા મનસુખભાઈ અમરાભાઈ સીંગરખીયા, અમરશીભાઈ કમાભાઈ પરમાર, જગદીશ દેવજીભાઈ સોલંકી, અબ્દુલ ખમીશાભાઈ બાબવાણી નામના ચાર શખ્સને પોલીસે રૂ.૧૧૦૬૦ સાથે પકડી પાડ્યા છે.

ધ્રોલ તાલુકાના લાલપુર (લતીપર) ગામમાં એક ઝાડ નીચે ગઈકાલે સાંજે જુગાર રમી રહેલા કિશન બકાભાઈ જુંઝા, વિપુલગીરી ચંદુગીરી ગોસાઈ, અશોક જીવણભાઈ દંતેસરીયા, ઈકબાલ નુરમામદ કુરેશી નામના ચારને રૂ.૪૦૫૦ સાથે પકડી પડાયા છે.

જામનગરના ધરારનગર-૧ નજીક કેવડાપાટ શાળા પાસે ગઈકાલે સાંજે તીનપત્તી રમતા ફારૂક બોદુભાઈ ખફી, હુસેન યુનુસભાઈ દોદેપોત્રા, રોશનબેન યુનુસભાઈ ખફી, નરગીશબેન આબીદભાઈ ચાવડા નામના ચાર વ્યક્તિને સિટી બી ડિવિઝનના સ્ટાફે પકડી પાડી પટમાંથી રૂ.૧૧,૨૫૦ રોકડા કબજે લીધા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh