Advertisement
Author: નોબત સમાચાર

ગ્રાહકના સ્વાંગમાં આવી બે મહિલાએ દુકાનમાંથી ત્રણેક સાડીની કરી ઉઠાંતરી

દુકાનના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલઃ

જામનગર તા. ૧૯: જામનગરની સુપર માર્કેટ સામેની નવી ઈમારતમાં સાડીની એક દુકાનમાં ગઈકાલે ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાએ સાડી બતાવવાનું કહી કાઉન્ટર પરથી ત્રણ સાડીની ઉઠાંતરી કરી લીધાનો વીડિયો નગરના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે, આ બાબતની પોલીસ ફરિયાદ કરાઈ નથી.

જામનગરના જૂની જયશ્રી ટોકિઝ રોડ પર આવેલી સુપર માર્કેટ સામેની નવી ઈમારતમાં સાડીની એક દુકાનમાં ગઈકાલે બે મહિલા ગ્રાહક બનીને આવી હતી. આ મહિલાઓએ સાડી બતાવવા માટે દુકાનમાં હાજર યુવતીને કહ્યા પછી તે યુવતીએ જુદા જુદા ભાવની સાડીઓ બતાવવાનું શરૂ કર્યું હતું.

તે દરમિયાન ગ્રાહક બનીને આવેલી એક મહિલાએ સાડીઓ ખોલીને જોવાનો ડોળ કરી સેલ્સગર્લનું ધ્યાન ચૂકાવ્યું હતું. તે દરમિયાન સાથે રહેલા બીજા મહિલાએ રૂ. નવેક હજારની કિંમતની ત્રણ જેટલી સાડી કાઉન્ટર પરથી ઉઠાવી પોતે પહેરેલી સાડી હેઠળ સંતાડી દીધી હતી. ત્યારપછી આ મહિલાઓ દુકાનમાંથી નીકળી ગઈ હતી. બાકીની સાડીઓ સેલ્સગર્લે સંકેલવાનું શરૂ કરતા તેમાં ત્રણેક સાડી ઓછી જણાઈ આવી હતી. તેથી દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા જેમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓનું કરતૂત જોવા મળ્યું હતું. આ બાબતની હજુ કોઈ ફરિયાદ કરવામાં આવી નથી પરંતુ સીસીટીવી કેમેરાના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં બંને મહિલા કઈ રીતે કસબ અજમાવે છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh