Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અઢીસોથી વધુ ગામો જળમગ્નઃ અયોધ્યાની સરયુ નદી ઉફાણે
નવી દિલ્હી તા. ૧૯: દેશના ઉત્તરીય રાજ્યોમાં ભારે પૂર અને વરસાદે હાહાકાર મચાવ્યો છે. ગંગાનદી, સરયુ નદી સહિતની નદીઓ ઉફાણે હોવાથી અઢીસોથી વધુ ગામો જળમગ્ન થતા સ્થિતિ ગંભીર બની છે.
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. યુપી સહિત ઘણાં રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. બિહારમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. અહીં પૂરના કારણે ર૭૪ સ્કૂલો બંધ કરવામાં આવી છે, જ્યારે ર૦ સ્કૂલો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે.
બુધવારથી શરૂ થતી પરીક્ષાને પૂરના કારણે હાલ પૂરતી મુલત્વી રાખવામાં આવી છે, ત્યારે યુપીના ર૪ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. યુપીમાં ઘાઘરા, ગંડક, ગંગા, વરૂણા નદી પૂરથી પ્રભાવિત થઈ છે. ગોંડા જિલ્લાના ૩પ ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યુંછે. બીજી તરફ અયોધ્યામાં સરયુ નદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. લખીમપુર ખેરીના ઘણાં ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે.
પ્રયાગરાજ, ઈટાવા અને મિર્જાપુરમાં ૮ મી સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદને કારણે બુધવારે પ૦ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતાં. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થયો છે.
હિમાચલમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં ૧૭ર લોકોના મોત થયા છે, જ્યારે ૩૦ લોકો હજુ પણ લાપત્તા છે. ઝારખંડ અને બંગાળના અનેક જિલ્લા પૂરની ઝપેટમાં છે, જ્યારે ઓડિશાના રપ૦ ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. દક્ષિણ બંગાળના ઘણાં જિલ્લાઓમાં પૂરના કારણે સ્થિતિ ખરાબ છે. અહીંના બેરેજ અને ડેમ પાણીથી ભરાઈ ગયા છે.
અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ યથાવત્ છે. દામોદર વેલી કોર્પોરેશનના બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે આગામી ર-૩ દિવસ સુધી સ્થિતિ ખરાબ રહેવાની સંભાવના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial