Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિપિન રેશમિયા મ્યુઝિક ડાયરેક્ટર હતા
મુંબઈ તા. ૧૯: જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતાનું નિધન થતા બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન છે. જુહુમાં સદ્ગતના આજે અંતિમ સંસ્કાર થશે.
તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું અને હવે પ્રખ્યાત સિંગર એક્ટર હિમેશ રેશમિયાના પિતાનું નિધન થયું છે. હિમેશ રેશમિયાના પિતા મ્યુઝિક ડાયરેક્ટર વિપિન રેશમિયાના નિધનથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે. કે, વિપિનનું મૃત્યુ ૧૮-સપ્ટેમ્બરની રાત્રે લગભગ ૮.૩૦ વાગ્યે થયું હતું. આજે જુહુમાં તેમના અંતિમ સંસ્કાર થશે.
અહેવાલો અનુસાર ૮૭ વર્ષિય વિપિન રેશમિયાને ઉંમરના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોવાથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત વિપિન અન્ય ઘણી બિમારીઓથી પણ ઝઝૂમી રહ્યાં હતાં.
વિપિન રેશમિયાએ સલમાન ખાનની ફિલ્મમાં સંગીત પણ આપ્યું હતું. આ દરમિયાન સલમાનની મુલાકાત હિમેશ રેશમિયા સાથે થઈ હતી. આ પછી સલમાને હિમેશ રેશમિયાને તેની ફિલ્મ 'પ્યાર કિયા તો ડરના ક્યા' માટે સંગીત આપવાની તક આપી. આ રીતે સલમાન અને હિમેશ રેશમિયા વચ્ચે ગાઢ સંબંધ બંધાયો હતો.
ઈન્ડિયન આઈડલ ૧૨ દરમિયાન પોતાના પિતા વિશે વાત કરતી વખતે હિમેશ રેશમિયાએ કહ્યું હતું કે, તેણે લતા મંગેશકર અને કિશોરકુમાર સાથે ગીત કંપોઝ કર્યુ હતું. જે ક્યારેય રિલીઝ થયું ન હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial