Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાની ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ૦.પ૦ ટકાનો ઘટાડો કરાતા
મુંબઈ તા. ૧૯: અમેરિકાની રિઝર્વ બેંકે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ૦.પ૦ ટકાનો ઘટાડો થતા પ્રારંભે ભારતીય શેરબજારમાં ઉછાળો આવ્યો હતો, અને ઈન્ટ્રા-ડે બપોર સુધી ઉતાર-ચઢાવ વચ્ચે તેજીનો માહોલ રહ્યો હતો.
અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ૦.પ૦ ટકાનો ઘટાડો કરવાની જાહેરાત સાથે જ ઈક્વિટી માર્કેટ ગેલમાં આવ્યા હતાં. એશિયન બજારોમાં આકર્ષક તેજી જોવા મળી હતી. ભારતીય શેરબજાર પણ નવી રેકોર્ડ ટોચ સાથે આગેકૂચ કરી રહ્યા હતાં. ભારતમાં સેન્સેક્સ ૮રપ.૩૮ પોઈન્ટ ઉછળી ૮૩,૭૭૩.૬૧ ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી પણ રપ,૬૦૦ નું લેવલ ક્રોસ કરી આજે ફરી નવી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. છેલ્લા અહેવાલો મુજબ ઈન્ટ્રા-ડે ઉતાર-ચઢાવ વચ્ચે પણ બપોર સુધી ભારતીય શેરબજાર તેજીમાં રહ્યું હતું.
નિફ્ટી પ૦ આજે ઉછાળા સાથે ખૂલ્યા પછી ર૩૪.૪ પોઈન્ટ ઉછળી રપ,૬૧૧.૯પ ની નવી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જેથી રોકાણકારો અને નિષ્ણાતોને અપેક્ષા હતી કે નિફ્ટી હવે રપ,૭૦૦ નું લેવલ ઝડપથી હાંસલ કરશે.
બીજી તરફ યુરોપિયન અને અમેરિકન માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. એશિયન માર્કેટમાં નિક્કેઈ ૯૧૬.૧૦ પોઈન્ટ, હેંગસેંગ ૩૧૮.૮૧ પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. જેરોમ પોવેલે અમેરિકાની અર્થવ્યવસ્થા મુદ્દે સકારાત્મક વલણ રહેવાનો સંકેત આપ્યો છે. જેના પગલે આઈટી અને ટેકનો શેર્સમાં તેજી જોવા મળી શકે છે. વ્યાજના દરોમાં ચાર વર્ષ પછી ઘટાડો કરવામાં આવતા ડોલર નબળો પડ્યો છે. પરિણામે સ્થાનિક બજારમાં વિદેશી રોકાણ વધવાનો આશાવાદ છે.
અમેરિકામાં થતી કોઈપણ નાણાકીય હિલચાલની સીધી અસર ભારતીય બજારો પર પડે છે અને આ વખતે પણ એવું જ થયું છે. યુએસ ફૂગાવો નિયંત્રણમો છે તેમ કહીને અમેરિકાની રિઝર્વ બેંકે લગભગ ચાર વર્ષથી મોટી રાહત આપી અને પોલિસી રેટમાં પ૦ બેસિસ પોઈન્ટ એટલે કે ૦.પ૦ ટકા (યુએસ રેટ કટ) નો ઘટાડો કર્યો તેથી અમેરિકામાં વ્યાજ દરો ઘટીને ૪.૭પ ટકાથી પ ટકાના સ્તરે આવી ગયા છે. અગાઉ તે લાંબા સમય સુધી પ.રપ ટકાથી પ.પ ટકાના સ્તરની વચ્ચે હતા.
શેરબજારમાં આવેલા તોફાની ઉછાળા વચ્ચે શરૂઆતના વેપારમાં જે કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો હતો તેમાં વિપ્રોથી લઈને ટીસીએસ અને એનટીપીસી સુધીના નમનો સમાવેશ થાય છે. એક તરફ એનટીપસી શેર ૩.૦૩ ટકાના ઉછાળા સાથે રૂ. ૪ર૬.૪૦ પર પહોંચ્યો હતો, જ્યારે વિપ્રો શેરમાં ર ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. એક્સિસ બેંક અને ટીસીએસના શેરમાં પણ ૧.પ૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એક્સિસ બેંકનો શેર ૧.૩પ ટકા વધીને રૂ. ૧રપપ.૧૦ પર હતો, જ્યારે ટીસીએસનો શેર ૧.૩ર ટકા વધીને રૂ. ૪૪૦૬.૩પ પર હતો. ટાટા મોટર્સનો શેર પણ મજબૂત રીતે ચાલી રહ્યો હતો અને ૧.પ૧ ટકાના વધારા સાથે રૂ. ૯૭૬.૯પ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
મિડકેપ કંપનીઓમાં સમાવિષ્ટ યુબીએલનો શેર ર.૬૬ ટકા વધીને રૂ. ર૧૦૩.પ૦ પર પહોંચ્યો હતો. આ સિવાય ટાટા ટેકનો શેર ર.૦૪ ટકા વધીને રૂ. ૧૦૮૬ પર પહોંચ્યો હતો. સ્મોલ કેપ કંપનીઓમાં સમાવિષ્ટ રીટેસ લિમિટેડ શેર પ.૬૪ ટકા વધીને રૂ. ૭૧૮.૭પ પર પહોંચ્યો છે, જ્યારે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરનો શેર ૪.૯૭ ટકા વધીને ૩૪,૬૩ર રૂપિયા પર પહોંચી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial