Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ પત્ની પાસે પૈસા પરત લેવા ગયેલા મોરબીના યુવકને તિક્ષણ હથિયાર હુલાવાયું:
જામનગર તા. ૧૯: ધ્રોલમાં ગઈકાલે ભેળ ખાવા ગયેલા એક યુવાનને ઓર્ડર આપવાની બાબતે ચાર શખ્સે ધોકાવ્યો હતો. પૂર્વ પત્ની પાસેથી રકમ પરત લેવા ગયેલા મોરબીના યુવાનને નાઘેડીમાં એક શખ્સે તિક્ષણ હથિયારથી ઈજા પહોંચાડી હતી. પંચાત કરવાની બાબતે એક યુવાનને જોગર્સ પાર્ક પાસે યુવતી સહિત ચારે માર માર્યાે હતો. મોટા વડાળા ગામમાં પિતા-પુત્રએ એક યુવાનને ધોકાવી નાખ્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતા પિયુષભાઈ જયંતિભાઈ કોટડીયા તથા તેમના મિત્ર ગઈ કાલે બપોરે ગામના સીમ વિસ્તારમાં આવેલી પિયુષ ભાઈની વાડી તરફ જતા હતા. ત્યારે માર્ગમાં પાણીના કારણે રસ્તો ખરાબ થતો હોવાની બંને વ્યક્તિ વાત કરી રહ્યા હતા. આ વેળાએ રાઘવ શામજીભાઈ ગમઢા અને દિનેશ રાઘવભાઈ ગમઢાએ ગાળો ભાંડી ધોકા વડે હુમલો કરી માર માર્યાે હતો અને રાઘવે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પિયુષભાઈ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ધ્રોલ શહેરના સોની બજારમાં રહેતા રવિભાઈ પ્રભુભાઈ ભાલોડીયા ગઈકાલે સાંજે જોડીયા રોડ પર ઉભી રહેતી ભેળની રેંકડીએ નાસ્તો કરવા ગયા હતા ત્યારે તેઓને ભેળ મંગાવવા બાબતે ધ્રોલના ઈરફાન નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. આ વેળાએ ઈરફાને પ્લાસ્ટિકનો જગ ઉપાડીને માથા તથા વાંસામાં ફટકાર્યા પછી ભેળ ખાવાની બહુ ઉતાવળ છે તેને પૂરો કરી નાખો તેમ કહી ગાળો ભાંડ્યા પછી ત્રણ અજાણ્યા શખ્સ સાથે મળી રવિ પર હુમલો કરી ઢીકાપાટુથી માર માર્યાે હતો અને પતાવી દેવાની ધમકી આપી હતી. રવિભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ચારેય સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના રાજપાર્કમાં સેવા સદન પાછળ રહેતા રાહુલ રમણીકભાઈ કારોલીયાને ગઈ કાલે રાત્રે રામેશ્વરનગરમાં રહેતા જય બારોટે ફોન કરીને મળવા માટે જોગર્સ પાર્ક પાસે બોલાવ્યા હતા. જ્યાં રામ ગઢવીએ મારી કેમ પંચાત કરશ તેમ પૂછતા રાહુલે હું પંચાત નથી કરતો તેમ કહેતા જય તથા રામે ગાળો ભાંડી હતી અને રામ ગઢવીએ ત્યાં પડેલો પથ્થર ઉપાડી માથામાં ઝીંકી દીધો હતો. તે પછી રૂચીબેન બારોટે ફડાકા ઝીંકી દીધા હતા અને એક અજાણ્યા શખ્સે ઢીકા પાટુથી રાહુલને માર માર્યાે હતો. સિટી બી ડિવિઝન પોલીસે ચારેય સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના નાઘેડી ગામમાં ખોડિયાર ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાના પાસે ગઈકાલે બપોરે મોરબીના રવાપર રોડ પર રહેતા અનિલ ડાયાભાઈ જાદવ નામના યુવાનને ઢીંચડાના જયદીપ રજનીભાઈ ટીટા નામના શખ્સે ગાળો ભાંડી તિક્ષણ હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. અગાઉ અનિલભાઈએ પોતાના પૂર્વ પત્ની હીનાબેનને રૂ.૬૦ હજાર હાથઉછીના આપ્યા હતા તેમાંથી રૂ.૧૩ હજાર લઈ જવા હીનાબેને કહ્યું હતું અને તે રકમ લેવા માટે નાઘેડી આવેલા અનિલભાઈ પર જયદીપે હુમલો કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial