Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં પી.એમ. મોદીનું ચૂંટણી સભાને સંબોધન

લાલચોક ક્લોક ટાવર વિસ્તાર સહિતના વિસ્તારોમાં ચૂસ્ત બંદોબસ્તઃ

શ્રીનગર તા. ૧૯: જમ્મુ-કાશ્મીરમાં ૧૦ વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ૧૮ સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થયું. ત્યાહે હવે રપ સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષોના નેતાઓ જોરશોરથી ચૂંટણી રેલીઓને સંબોધી રહ્યા છે. બીજેપીએ પણ જમ્મુ-કાશ્મીરમાં પ્રચાર પ્રસાર તેજ કર્યો છે.

પી.એમ. મોદી આજે જમ્મુ-કાશ્મીરમાં બે ચૂંટણી રેલી સંબોધવા પહોંચ્યા છે. પી.એમ. મોદીના આગમનને લઈને સુરક્ષા બંદોબસ્ત ચૂસ્ત કરવામાં આવી રહ્યો છે.

પી.એમ. મોદીએ આજે શ્રીનગરમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. પી.એમ. મોદીની રેલીને લઈને રાજધાની શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર પાર્કની આસપાસના વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. ત્યાં બહુસ્તરીય સુરક્ષા કોર્ડન બનાવવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કાશ્મીર ઘાટીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પી.એમ. મોદીની આ પ્રથમ રેલી છે.

પી.એમ. મોદીની આ રેલી પ્રખ્યાત લાલચોક ક્લોક ટાવરના એક કિલોમીટરના દાયરામાં યોજાઈ રહી છે. આ વર્ષમાં મોદીની આ ત્રીજી કાશ્મીર મુલાકાત છે. આ પહેલા તેમણે ૭ માર્ચે બક્ષી સ્ટેડિયમાં એક રેલીને સંબોધિત કરી હતી. ત્યારપછી ર૧ મી જૂને તેણે એસકેઆઈસીસીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જો કે આ પહેલા પી.એમ. મોદીએ પહેલા તબક્કાના મતદાન પહેલા ગયા અઠવાડિયે ડોડામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh