Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીનના ડખ્ખામાં અમાનુષી હુમલોઃ પ૦ રાઉન્ડ ફાયરીંગઃ ૧૦ ની ધરપકડ
પટણા તા. ૧૯: જમીનના ડખ્ખામાં બિહારના નવાદામાં દબંગોએ દલિતોની વસાહત સળગાવી નાંખતા ૮૦ ઘર ભસ્મીભૂત થયા છે, અને પ૦ રાઉન્ડ ફાયરીંગ થયું છે. પોલીસે ૧૦ ની ધરપકડ કરી લીધી છે.
બિહારના નવાદા જિલ્લામાં ગુંડાઓએ એક દલિત વસાહતને ઘેરીને આગ ચાંપી દીધી હતી. મુફાસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના કૃષ્ણાનગર ગામમાં બનેલી આગની આ ઘટનામાં ગામના ૮૦ ઘર બળી ગયા હતાં.
પોલીસે જણાવ્યું કે આ મામલો જમીન વિવાદ સાથે જોડાયેલો છે. એક પક્ષ અહીં રહે છે અને બીજો પક્ષ આ જમીન પર દાવો કરી રહ્યો છે, પરંતુ આ જમીન બિહાર સરકારની છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગ્રામજનોએ જણાવ્યું કે બુધવારે લગભગ સો દબંગ અચાનક દલિત વસાહતમાં આવી પહોંચ્યા. કોલોનીમાં પ્રવેશતા જ બદમાશોએ અચાનક ફાયરીંગ શરૂ કરી દીધું હતું. ગોળીબારના કારણે સ્થળ પર ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બદમાશોએ લગભગ પ૦ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ દરમિયાન ગામલોકો પોતાને બચાવવા માટે અહીં છૂપાઈ ગયા હતાં. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક અધિકારીઓ સૌથી પહેલા ઘટના સ્થળે પહોંચ્યા હતાં.
આ પછી સ્થિતિની ગંભીરતાને જોતા ડીએમ અને એસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ઘટના પછી તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે દસ લોકોની ધરપકડ પણ કરી હતી. ગ્રામજનો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે. ડીએમ આશુતોષ કુમારે જણાવ્યું કે આ ગામ કૃષ્ણાનગર નદી પર આવેલું છે. અમે ઘટનાનો સર્વે કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
નવાદાના એસપી અભિનવ ધીમાને કહ્યું કે, પોલીસને માહિતી મળી હતી કે આ ઘટના બુધવારે સાંજે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે હવાઈ ફાયરીંગ પણ કરવામાં આવ્યું છે. અમને હજુ સુધી શેલ મળ્યો નથી, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે. મુખ્ય આરોપીઓ સહિત કુલ દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાકીની ધરપકડ માટે દરોડા ચાલુ છે. જાનહાનિના કોઈ અહેવાલો નથી.
એસપીએ આગળ કહ્યું, જમીનને લઈને બન્ને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. એક પક્ષ અહીં સ્થાયી થયો હતો, જ્યારે બીજી બાજુ લાંબા સમયથી તેનો દાવો કરી રહી હતી. આ ઘટના તેમના દ્વારા જ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે ફોર્સ આગામી બે-ત્રણ દિવસ સુધી અહીં કેમ્પ કરશે. તે પછી પણ જો સ્થિતિ સ્થિર નહીં થાય તો ફોર્સ આગળ પણ કેમ્પ કરશે. અમારી અપીલ છે કે શાંતિ જાળવો અને જો કોઈને માહિતી આપવી હોય તો આપી શકે છે.
આ મામાલે બિહાર સરકારના અનુસૂચિત જાતિ અને જનજાતિ વિભાગના મંત્રી જનક રામે કહ્યું, અમને નવાદામાં બનેલી ઘટનાની માહિતી મળી છે. જેમાં ગુડાઓ દ્વારા અનુસૂચિત જાતિના લોકોના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ એક દુઃખદ ઘટના છે. આ ખૂબ જ વખોડી શકાય તેવું છે. ગુંડાઓ ગમે તે હોય, સરકાર તેમની સામે ચોક્કસ પગલાં લેશે. સીએમ નીતિશ કુમારના નેતૃત્વમાં આ એનડીએ સરકારમાં નબળા વર્ગના લોકો, દલિત અને મહાદલિત પરિવારો સુરક્ષિત છે. તેમના પર વર્ચસ્વ દર્શાવનારાઓને સરકાર છોડશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial