Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નંદાણામાં વૃદ્ધનું હૃદયની બીમારીથી મૃત્યુઃ
જામનગર તા. ૧૯: ઓખામાં માછીમારી માટે આવીને રહેતા મૂળ મહારાષ્ટ્રના એક વૃદ્ધને હૃદયરોગનો તિવ્ર હુમલો ભરખી ગયો છે. જ્યારે કલ્યાણપુરના નંદાણાના વૃદ્ધને હૃદયમાં તકલીફ થયા પછી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં આવેલા આર.કે. બંદર પર એલ.કે. હોદાર જેટી પર માછીમારી માટે આવીને રહેતા મૂળ મહારાષ્ટ્રના પાલઘરના ગિરગાંવના વતની જનુભાઈ લખુભાઈ ગોન્હારે (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ ગઈ કાલે બપોરે ઓમ નમઃ સિવાય નામની બોટમાં બેઠા હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા. આ વૃદ્ધનું સારવાર કારગત નિવડે તે પહેલાં મૃત્યુ નિપજ્યું છે. રાજુભાઈ માલજીભાઈ મુંડાએ પોલીસને જાણ કરી છે.
કલ્યાણપુર તાલુકાના નંંદાણા ગામના રણમલભાઈ પૂંજાભાઈ મકવાણા (ઉ.વ.૬૧) નામના વૃદ્ધને સપ્તાહ પહેલાં હૃદયની તકલીફ થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ થયું છે. તેમના પુત્ર નિર્મલ મકવાણાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial