Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસ સહિત ૧પ પક્ષો વિરોધમાં: માયાવતીનું સમર્થનઃ ચંદ્રાબાબુ ચૂપ
નવી દિલ્હી તા. ૧૯: વન નેશન, વન ઈલેક્શનની ફોર્મ્યુલા માટે ૬ર રાજકીય પક્ષોએ અભિપ્રાય આપ્યો છે, જેમાંથી ૩ર રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે, જ્યારે ૧પ પક્ષો વિરોધમાં છે. કેટલાક રાજકીય પક્ષોએ કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી.
મોદી સરકારે 'વન નેશન, વન ઈલેક્શન'ની શક્યતાઓ શોધવા માટે કોવિંદ સમિતિની રચના કરી હતી. મોદી કેબિનેટે તે સમિતિની દરખાસ્તોને મંજુરી આપી દીધી છે. હવે શક્ય છે કે શિયાળુ સત્રમાં સંસદમાં 'વન નેશન, વન ઈલેક્શન' પર બિલ લાવવામાં આવે અને જો બિલ પસાર થઈજાય તો ર૦ર૯ થી લોકસભામાં અને સમગ્ર દેશમાં વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ.
કોવિંદ સમિતિની દરખાસ્તો અનુસાર પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે અને ત્યારપછી બીજા તબક્કાની ચૂંટણી ૧૦૦ દિવસમાં યોજાશે, જેમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાશે, પરંતુ વિપક્ષ કહી રહ્યા છે કે 'વન નેશન, વન ઈલેક્શન' શક્ય નથી. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું આખા દેશમાં એક ચૂંટણી થઈ શકે? જો હા તો કેવી રીતે?
વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના પ્રથમ સંબોધનમાં જે વચન આપ્યું હતું તેને પૂર્ણ કરવાની તૈયારીઓ કરી લીધી છે. દેશમાં તમામ ચૂંટણીઓ એકસાથે કરાવવાનો માર્ગ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યો છે. મોદી કેબિનેટે વન નેશન, વન ઈલેક્શન પર કોવિંદ કમિટીના રિપોર્ટને મંજુરી આપી દીધી છે. સાથે જ કોંગ્રેસ કહી રહી છે કે, એક દેશ, એક ચૂંટણી નહીં ચાલે.
સમિતિએ એક દેશ, એક ચૂંટણી પર રિપોર્ટ તૈયાર કરવા માટે ૬ર રાજકીય પક્ષોના અભિપ્રાય લીધા હતાં. આ રાજકીય પક્ષોમાંથી ૩ર એ સમર્થન આપ્યું. ૧પ એ વિરોધ કર્યો અને ૧પ એ જવાબ આપવાનો ઈન્કાર કર્યો. જેડીયુએ બિલને સમર્થન આપ્યું છે, જ્યારે ચંદ્રબાબુ નાયડુની પાર્ટીએ આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો નથી. એટલું જ નહીં, માયાવતીએ તેનું સમર્થન કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial